રજત શર્માએ લીધેલા ધર્મેન્દ્રના ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમણે અમિતાભને આ ફિલ્મ અપાવી હતી કે કેમ!
`શોલે`નો સીન
રજત શર્માએ લીધેલા ધર્મેન્દ્રના ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમણે અમિતાભને આ ફિલ્મ અપાવી હતી કે કેમ. જોકે ધર્મેન્દ્ર હંમેશાં આ વિશે ક્રેડિટ લેવામાંથી બચતા આવ્યા છે. રજત શર્મા પૂછે છે કે ‘શોલે’માં અમિતાભને તમે રોલ અપાવ્યો હતો?
ધર્મેન્દ્રએ જવાબમાં પહેલાં એવું કહ્યું હતું કે મેં ક્યારેય આવું કહ્યું નથી. તો રજત શર્માએ તરત કહ્યું હતું કે તો આજે કહી દો. એ પછી ધર્મેન્દ્રએ આખા રહસ્ય પરથી પડદો હટાવતાં ‘શોલે’ના રોલની વાર્તા કહી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અબ તો ખુદ અમિતાભ યે કહને લગે હૈં કિ શોલે કા રોલ મુઝે ધરમજીને દિલવાયા થા, તો મૈં કહતા હૂં હાં. વરના તો યે રોલ શત્રુ (શત્રુઘ્ન સિન્હા) કો જાનેવાલા થા. શત્રુ કો પતા લગા તો પૂછતા હૈ પાજી મેરા રોલ ઉધર ક્યોં દે દિયા. મૈંને કહા મુઝે કુછ સમઝ નહીં આયા, વો પહલે આયા થા તો મૈંને બોલા ચલો બિચારે ઇસકો દે દો.’


