હું સેકન્ડ યરની સ્ટડી કરી રહી હતી - તાપસી પન્નૂ. તેમને લાગ્યું કે હું સાડીની મૉડલિંગ માટે ઉંમરમાં ખૂબ નાની છું. તેમને એક મહિલા જેવી દેખાતી મૉડલ જોઈતી હતી.’

તાપસી પન્નુ
તાપસી પન્નુએ જણાવ્યું કે ડિઝાઇનર લેબલ સત્યા પૉલે મને એક સમયે રિજેક્ટ કરી હતી. એ વખતે તાપસી કૉલેજમાં સ્ટડી કરતી હતી અને તેણે મૉડલિંગ કરવાની શરૂઆત કરી હતી. તેની મમ્મીએ તેની બચતમાંથી ૪૦,૦૦૦ રૂપિયા દ્વારા નોએડાના સ્ટુડિયોમાં તાપસીનો પોર્ટફોલિયો બનાવ્યો હતો. એના બીજા જ દિવસે તેને બે ઍડ શૂટ કરવા માટે બોલાવવામાં આવી હતી અને એને માટે તેને ચાર અને પાંચ હજાર રૂપિયા મળ્યા હતા. ત્યાર બાદ તેને સતત વિવિધ બ્રૅન્ડ્સની ઍડ માટે ઑફર્સ આવતી હતી. તેને પૂછવામાં આવ્યું કે શું તેણે કદી સાડી માટે ઍડ કરી છે? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘મારું પહેલું શૂટ મોટી ડિઝાઇનરની ઍડ માટે હતું. જોકે મને સાડીની ઍડ માટે રિજેક્ટ કરવામાં આવી હતી. એ સત્યા પૉલનું કૅટલોગ-શૂટ હતું. તેમને સાડી માટે મૉડલ જોઈતી હતી. મારો પોર્ટફોલિયો બનીને એક મહિનો પણ પસાર નહોતો થયો. હું સેકન્ડ યરની સ્ટડી કરી રહી હતી. તેમને લાગ્યું કે હું સાડીની મૉડલિંગ માટે ઉંમરમાં ખૂબ નાની છું. તેમને એક મહિલા જેવી દેખાતી મૉડલ જોઈતી હતી.’