Action Against Poonam Pandey: માત્ર પબ્લિસીટી માટે પોતાના જ મોતના ખોટા સમાચાર ફેલાવનાર પૂનમ પાંડેને લોકો દ્વારા ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. એવામાં એક પબ્લિસિસ્ટ આ મામલે ગુનો નોંધવા મુંબઈ પોલીસને અપીલ કરી છે.
પૂનમ પાંડે
કી હાઇલાઇટ્સ
- પૂનમ પાંડેએ પબ્લિસિટી માટે ખેલ્યો પોતાના જ મોતનો ખેલ
- સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા થઈ રહી છે ભારે ટ્રોલ
- આ મામલે એક્શન લેવા મુંબઈ પોલીસને કરાઈ અપીલ
Action Against Poonam Pandey: અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ગત શુક્રવારે તેમના મેનેજરે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા તેમના મૃત્યુના સમાચાર આપ્યા હતા. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેનું નિધન થયું નથી. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા પૂનમે માહિતી આપી છે કે તે જીવિત છે. આ પછી અભિનેત્રી સામે કાર્યવાહી (Action Against Poonam Pandey)ની માંગ કરવામાં આવી રહી છે.




