Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રૉયલ બેન્ગૉલ ટાઇગરથી પ્રેરિત સાડી પહેરી દીપિકાએ

રૉયલ બેન્ગૉલ ટાઇગરથી પ્રેરિત સાડી પહેરી દીપિકાએ

19 May, 2022 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપિકા પાદુકોણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રૉયલ બેન્ગૉલ ટાઇગરથી ઇન્સ્પાયર થયેલી સાડી પહેરી હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રૉયલ બેન્ગૉલ ટાઇગરથી ઇન્સ્પાયર થયેલી સાડી પહેરી હતી. તે કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર તરીકે હાજરી આપી રહી છે. તેણે મંગળવારે ત્યાં હાજરી આપી હતી. જુદી-જુદી ઇવેન્ટમાં તે જુદા-જુદા ડ્રેસમાં જોવા મળી હતી. જોકે ડિઝાઇનર સબ્યસાચી મુખરજીની સાડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કલેક્શનમાં ઇન્ડિયન ક્રાફ્ટ અને ટેક્નિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. સબ્યસાચી તેની યુનિક સ્ટાઇલ માટે જાણીતો છે અને દીપિકાની આ સાડી એનું ઉદાહરણ છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયા ‘કન્ટ્રી ઑફ ઓનર’ બનતાં શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીએ



૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયાને ‘કન્ટ્રી ઑફ ઓનર’ જાહેર કરતાં પ્રાઇમ મિનિ​સ્ટર નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. ઇન્ડિયાની આઝાદીનાં ૭૫ વર્ષ, ૭૫મો કાન ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડિયા-ફ્રાન્સ વચ્ચેના ૭૫ વર્ષના ડિપ્લોમૅટિક રિલેશનને ૭૫ વર્ષ થતાં મોદીએ એ
વિશે એક લેટર લખ્યો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલની સાથે ‘માર્ચ ડુ ફિલ્મ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયાને ઑફિશ્યલ ‘કન્ટ્રી
ઑફ ઓનર’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આથી
નરેન્દ્ર મોદીએ એ માટે શુભેચ્છા પાઠવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2022 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK