તેને આ સલાહ ૧૮ વર્ષની ઉંમરે અપાઈ હતી
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને એ વાતની ખુશી છે કે તેણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સની સલાહને ગંભીરતાથી નહોતી લીધી. તેને આ સલાહ ૧૮ વર્ષની ઉંમરે અપાઈ હતી. તેની ‘ગહેરાઇયાં’ હાલમાં રિલીઝ થઈ છે. તે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેને સારી અને ખરાબ બન્ને સલાહ અપાઈ હતી. તેણે શાહરુખ ખાન સાથેની ૨૦૦૭માં આવેલી ‘ઓમ શાંતિ ઓમ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ વખતે અપાયેલી સલાહને યાદ કરતાં દીપિકાએ કહ્યું કે ‘શાહરુખ ખાને મને સારી સલાહ આપી હતી અને હું તેની પાસેથી ઘણું બધું શીખી હતી. તેની પાસેથી મને અમૂલ્ય સલાહ મળી હતી કે હંમેશાં એવા લોકો સાથે કામ કરવાનું જેની તને જાણ હોય અને તેની સાથે સારી રીતે સમય પસાર થવાનો છે, કારણ કે તમે જ્યારે કોઈ ફિલ્મમાં કામ કરો છો ત્યારે તમે એ પાત્રને જીવો છો, અનેક યાદો બનાવો છો અને અનુભવથી ઘડાઓ છો. ખરાબ સલાહ એ મળી હતી કે તારે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કરાવવું જોઈએ. એ વખતે હું ૧૮ વર્ષની હતી. મને હંમેશાં એ વાતનું અચરજ થતું હતું કે મારામાં એ સલાહને ન અનુસરવાની હિંમત કઈ રીતે આવી.’


