દીપિકા અને રણવીરે ૨૦૧૮માં ઇટલીમાં ભવ્યતાથી લગ્ન કરી લીધાં હતાં.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને હસબન્ડ રણવીર સિંહ સાથે ઘરમાં બેસીને ફિલ્મ જોવાનું અને પાયજામા પહેરીને રહેવાનું ગમે છે. દીપિકા અને રણવીરે ૨૦૧૮માં ઇટલીમાં ભવ્યતાથી લગ્ન કરી લીધાં હતાં. આ બન્ને પોતાના પ્રોફેશનને કારણે હંમેશાં બિઝી રહે છે અને મોટા ભાગનો સમય તેઓ ઘરથી દૂર રહેતાં હોય છે. એથી તેમને જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ એકબીજાની કંપનીને એન્જૉય કરતાં હોય છે. તાજેતરમાં જ દીપિકાને પૂછવામાં આવ્યું હતું કે તે જ્યારે ઘરે હોય ત્યારે ઘરમાં જમે છે કે પછી રેસ્ટોરાં એક્સપ્લોર કરવી તેને ગમે છે? એનો જવાબ આપતાં દીપિકાએ કહ્યું કે ‘મારા હસબન્ડે અને મારે અમારા પ્રોફેશનને કારણે ખૂબ ટ્રાવેલ કરવું પડે છે અને લોકો સાથે મુલાકાત પણ કરવી પડે છે. એથી હા, અમે ક્યારેક જ બહાર જઈએ, તૈયાર થઈએ અને નાઇટ ડેટ પર જઈએ છીએ. જોકે ઘરમાં બેસીને ફિલ્મ જોવામાં, પાયજામા પહેરવામાં અને ફૂડ બહારથી ઑર્ડર કરવામાં અમને સૌથી વધુ મજા આવે છે.’


