દીપિકા પાદુકોણે તેના વિશે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા વિશેનો જવાબ આપ્યો...
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે પોતાના પતિ રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને લઈને સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓનો પોતાની સ્ટાઇલથી જવાબ આપ્યો છે. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દીપિકાએ હજી સુધી ફિલ્મની સફળતા વિશે કોઈ જાહેર પોસ્ટ કે સપોર્ટ કેમ વ્યક્ત કર્યો નથી? હવે દીપિકાએ એક સોશ્યલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
હાલમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે ફિલ્મની સફળતાના મામલે દીપિકાની ચૂપકીદી કોઈ ખાસ સંદેશ છે કે પછી લોકો સોશ્યલ મીડિયા પર વધારે પડતો ખોટો અર્થ કાઢી રહ્યા છે? આ મુદ્દા પર પ્રતિસાદ આપતાં દીપિકાએ લખ્યું કે ‘હું આ ફિલ્મ તમારા બધા કરતાં પહેલાં જોઈ ચૂકી છું. હવે મજાક કોના પર છે?’ દીપિકાના આ જોરદાર જવાબે તરત જ લોકોનું ધ્યાન ખેંચ્યું. ઘણા ચાહકોએ પણ દીપિકાનું સમર્થન કર્યું અને કહ્યું કે કોઈને સપોર્ટ કરવો હોય તો એ જરૂરી નથી કે તે સોશ્યલ મીડિયા પર જ દર્શાવવું પડે.
