મેગા આઇકૉન્સ સીઝન 2માં જાણી-અજાણી વાતો પર પ્રકાશ પાડશે આ સેલેબ્ઝ
રતન તાતા, દીપિકા પાદુકોણ, એ. આર. રહમાન
નૅશનલ જ્યૉગ્રાફિકની ‘મેગા આઇકૉન્સ સીઝન 2’માં જાણીતી સેલિબ્રિટીઝ જેવી કે દીપિકા પાદુકોણ, એ. આર. રહમાન અને રતન તાતા સહિત અનેક ફેમસ લોકો પોતાના જીવનના અનુભવો શૅર કરશે. આ શોનો પ્રીમિયર ૨૦ સપ્ટેમ્બરે યોજાવોનો છે. દીપિકા જે એપિસોડમાં દેખાવાની છે એમાં તેનો હસબન્ડ રણવીર સિંહ તેની વાઇફ વિશે વાત કરતો જોવા મળશે. શોના ટીઝરમાં રણવીર સિંહ કહી રહ્યો છે કે ‘તે એક પ્રકારના ઇમોશનલ તબક્કામાંથી પસાર થતી હતી. એના વિશે તો તેને પણ જાણ નહોતી. તેની અંદર એ વિકસિત થતું હતું. તેના પર્ફોર્મન્સમાં પણ એ દેખાતું હતું.’


