ભારતીય દંડસંહિતા અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હવે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
બોની કપૂર સાથે ક્રેડિટ કાર્ડથી થઈ લાખોની છેતરપિંડી
બોની કપૂરના ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક અજાણી વ્યક્તિએ લગભગ ૩.૮૨ લાખ રૂપિયાનો ફ્રૉડ તેમની સાથે કર્યો છે. બોની કપૂરે અંબોલી પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાવી છે. આ ચોરીની જાણ બોની કપૂરને ત્યારે થઈ જ્યારે બૅન્કના એક્ઝિક્યુટિવે તેમને કૉલ કરીને ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી વિશે જણાવ્યું હતું. ૯ ફેબ્રુઆરીએ આરોપીએ બોની કપૂરની માહિતી અને પાસવર્ડ મેળવીને પાંચ ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન કર્યાં હતાં. ભારતીય દંડસંહિતા અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હવે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.