રૅમ્પ પર આ બન્નેને એકબીજાનો હાથ પકડીને રૅમ્પવૉક કરતાં જોઈને લોકોને રવીના અને સૈફની જોડી યાદ આવી ગઈ હતી
રાશા થડાણી અને ઇબ્રાહિમ અલી ખાન
રવીના ટંડનની દીકરી રાશા થડાણી અને સૈફ અલી ખાન-અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાને ઇન્ડિયા કુટ્યુઅર વીકમાં સાથે રૅમ્પવૉક કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે. આ જોડીએ ડિઝાઇનર જે.જે. વલાયા માટે રૅમ્પવૉક કર્યું હતું. રૅમ્પ પર આ બન્નેને એકબીજાનો હાથ પકડીને રૅમ્પવૉક કરતાં જોઈને લોકોને રવીના અને સૈફની જોડી યાદ આવી ગઈ હતી.


