રાશાનો આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. રાશાએ પોતાના આ ટૅટૂ-મેકિંગનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં રાશા ખુશીથી પોતાનું ટૅટૂ બતાવી રહી છે.
રાશા થડાણી
રવીના ટંડનની દીકરી રાશા થડાણી પોતાની મમ્મીના પગલે ચાલી રહી છે. તેણે મમ્મીની જેમ ઍક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યું છે અને હવે તેને પણ રવીનાની જેમ જ આકર્ષક ટૅટૂ કરાવવાનો શોખ છે. હવે રાશાએ તેની મમ્મીથી પ્રેરિત થઈને પોતાની ગરદન પર બટરફ્લાયનું એક ટૅટૂ કરાવ્યું છે જેમાં લીલો રંગ ફિલ કરાવ્યો છે. રાશાનો આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. રાશાએ પોતાના આ ટૅટૂ-મેકિંગનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં રાશા ખુશીથી પોતાનું ટૅટૂ બતાવી રહી છે.
રાશાએ પોતાના આ ટૅટૂની ડિઝાઇન વિશે વાત કરતાં કહ્યું છે કે ‘આ ડિઝાઇન મને મમ્મી તરફથી મળેલા પ્રેમ અને સમર્થનને મારા તરફથી આપવામાં આવતી શ્રદ્ધાંજલિ છે. આ ટૅટૂમાં જે ત્રિશૂલની ડિઝાઇન છે એ મારી મમ્મીની ચૉઇસ છે. હું હંમેશાંથી ટૅટૂ ઇચ્છતી હતી અને મને આ બહુ ગમ્યું છે.’


