અનુપમ ખેરનું કહેવું છે કે કૉમેડી તેમને હવે એક્સાઇટ નથી કરતી. તેમણે અનેક કૉમેડી રોલ ભજવ્યા છે
ફાઇલ તસવીર
અનુપમ ખેરનું કહેવું છે કે કૉમેડી તેમને હવે એક્સાઇટ નથી કરતી. તેમણે અનેક કૉમેડી રોલ ભજવ્યા છે. તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘રામ લખન’, ‘હસીના માન જાયેગી’ અને ‘મોહબ્બતેં’માં કૉમેડી રોલ કર્યો હતો. કૉમેડી વિશે અનુપમ ખેરે કહ્યું કે ‘હું માઇન્ડલેસ કૉમેડીને એન્જૉય કરું છું અને એ મને ગમે છે. મેં હાલમાં એક ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ કરી હતી, જે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર છે. એ એક કૉમેડી છે. મારું માઇન્ડ મૅચ્યોર થઈ રહ્યું છે, મારે પણ મારી જાતને ચૅલેન્જ આપવી જરૂરી છે. મારે એક્સાઇટ થવું જરૂરી છે. હવેની કૉમેડી મને એક્સાઇટ નથી કરતી.’
જોકે સારો રોલ મળશે તો કૉમેડી કરવા તૈયાર હોવાનું જણાવતાં અનુપમ ખેરે કહ્યું કે ‘જો સારો રોલ આવશે તો હું ખુશી-ખુશી એ રોલ કરીશ. કૉમેડી પ્રત્યેની મારી સ્વાભાવિક પ્રકૃતિ ગંભીર રોલની સરખામણીએ ઘણી વધારે છે.’

