રિદ્ધિમાએ મમ્મી નીતુ, ભાઈ રણબીર, ભાભી આલિયા અને દીકરી સમારા સાથેનો એક ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો
રણબીર સાથે આલિયા (ડાબે) અને (જમણે) પરિવારના સભ્યો સાથે ક્રિસમસની ઉજવણી કરતા આલિયા અને રણબીર
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ કપૂર પરિવારના ક્રિસમસ સેલિબ્રેશનની સુંદર ઝલક ગઈ કાલે દેખાડી હતી. રિદ્ધિમાએ મમ્મી નીતુ, ભાઈ રણબીર, ભાભી આલિયા અને દીકરી સમારા સાથેનો એક ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.

ADVERTISEMENT
મમ્મી સોની રાઝદાન અને બહેન શાહીન સાથે આલિયા
આ ફોટો સાથે રિદ્ધિમાએ લખ્યું હતું, ‘ટ્રીની નીચે કેવી ગિફ્ટ્સ છે એ ક્રિસમસમાં મહત્ત્વનું નથી. એમાં તો એ મહત્ત્વનું છે આ ટ્રીની આસપાસ ભેગા થયેલા લોકો.’

દીકરી રાહા અને બહેન શાહીન સાથે આલિયા
રિદ્ધિમાએ આ તસવીર શૅર કરી એ પછી આલિયાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આ જ સેલિબ્રેશનની અન્ય તસવીરો શૅર કરી હતી.


