° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


શું કરે છે આજકાલ માસ્ટર રાજુ?

03 December, 2012 06:28 AM IST |

શું કરે છે આજકાલ માસ્ટર રાજુ?

શું કરે છે આજકાલ માસ્ટર રાજુ?
‘પરિચય’ અને ‘ચિત્તચોર’ જેવી ફિલ્મોમાં પોતાના ભોળપણને કારણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થયેલા માસ્ટર રાજુનું મૂળ નામ રાજુ શ્રેષ્ઠા છે અને લાંબા સમય સુધી બ્રેક લીધા બાદ તેણે વૉઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કમબૅક કર્યું છે. રાજુએ ડિરેક્ટર ઍન્ગ લીની બહુચર્ચિત ફિલ્મ ‘લાઇફ ઑફ પાઇ’ની હિન્દી આવૃત્તિમાં મૂળ હીરો સૂરજ શર્મા માટે વૉઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે ડબિંગ કર્યું છે. રાજુએ ૨૦૦ કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે છતાં તેને ખાસ સફળતા નથી મળી.

રાજુએ હૃષીકેશ મુખરજીથી માંડીને ડેવિડ ધવન જેવા ડિરેક્ટરો સાથે કામ કર્યું છે અને હવે તે ડિરેક્શન પર હાથ અજમાવવા માટે તત્પર છે. ટૂંક સમયમાં તેણે ડિરેક્ટ કરેલી પહેલી પંજાબી ફિલ્મ રિલીઝ થવાની છે. આ મુદ્દે વાત કરતાં રાજુ કહે છે, ‘અત્યારે આ ફિલ્મના એડિટિંગનું કામ ચાલી રહ્યું છે અને એને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ત્યાર બાદ હું હિન્દી ફિલ્મો બનાવવાની દિશામાં આગળ વધીશ.’

03 December, 2012 06:28 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોનૂ સૂદની હજારો ફૂટ લાંબી તસવીર જોઈ ચોંકી ઉઠ્યા લોકો, વીડિયો વાયરલ

થોડાક સમય પહેલા જ એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ સોનૂ સૂદના નામે રાખ્યું હતું. હવે તાજેતરમાં એક આર્ટિસ્ટે સોનૂ સૂદની હજારો સ્ક્વેર ફીટ લાંબી પોટ્રેટ બનાવીને બધાને ચોંકાવી દીધું છે.

02 August, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સંગીતકાર અનુ મલિક પર ઈઝરાયલના રાષ્ટ્રગીતની ધુન ચોરવાનો આક્ષેપ

સંગીતકાર અનુ મલિકને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

02 August, 2021 12:19 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

યુનિફૉર્મ હંમેશાં એક જવાબદારી લઈને આવે છે : શરદ કેળકર

અજય દેવગનની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં તે આર. કે. નાયરનું પાત્ર ભજવી રહ્યો છે

02 August, 2021 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK