Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેલર-લૉન્ચ પહેલાં જય શ્રી રામનો નાદ અને ભગવો ધ્વજ લહેરાયો થિયેટરમાં

ટ્રેલર-લૉન્ચ પહેલાં જય શ્રી રામનો નાદ અને ભગવો ધ્વજ લહેરાયો થિયેટરમાં

10 May, 2023 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે.

ટ્રેલર-લૉન્ચ પહેલાં જય શ્રી રામનો નાદ અને ભગવો ધ્વજ લહેરાયો થિયેટરમાં

ટ્રેલર-લૉન્ચ પહેલાં જય શ્રી રામનો નાદ અને ભગવો ધ્વજ લહેરાયો થિયેટરમાં


‘આદિપુરુષ’ના ટ્રેલર-લૉન્ચ પહેલાં થિયેટરમાં જય શ્રી રામનો નાદ અને ભગવો ધ્વજ લહેરાતો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પ્રભાસે રામ ભગવાનનું પાત્ર ભજવ્યું છે તો સની સિંહ લક્ષ્મણના પાત્રમાં, ક્રિતી સૅનન સીતા અને સૈફ અલી ખાન રાવણના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલર-લૉન્ચ વખતે ભાગ્યે જ આવું જોવા મળે છે. આ એ જ ફિલ્મ છે જેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને રાવણની દાઢીને કારણે એને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે હવે ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર ખૂબ જ કામ કરવામાં આવ્યું છે અને એ ટ્રેલરમાં જોઈ શકાય છે. આ ફિલ્મને સોળ જૂને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK