આ કપલ આવતાં પાંચ વર્ષ માટે MSRTC સાથે સંકળાયેલું રહેશે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં રિતેશ દેશમુખે MSRTC સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો હતો
મહારાષ્ટ્રમાં રોડ-સેફ્ટી માટે જાગૃતિ ફેલાવવા રાજ્ય સરકાર દ્વારા બૉલીવુડ ઍક્ટર રિતેશ દેશમુખ અને તેની ઍક્ટ્રેસ પત્ની જેનેલિયા દેશમુખને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)નાં બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યાં છે. આ કપલ આવતાં પાંચ વર્ષ માટે MSRTC સાથે સંકળાયેલું રહેશે. મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં આ અંગેના કરાર કરવામાં આવ્યા હતા.
દેશમુખ કપલ રોડ-અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકના નિયમોના પાલન માટે જાગૃતિ લાવવાનું તથા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ના મુસાફરોને વિવિધ સુવિધાઓ અને સુરક્ષા અંગે માહિતગાર કરવાનું કામ કરશે. મહારાષ્ટ્રમાં રિતેશ દેશમુખ અને જેનેલિયાની જોડીને લોકો ખૂબ પસંદ કરે છે એટલે અંતરિયાળ ગામોમાં પણ લોકો તેમની રોડ-સેફ્ટી અંગે આપેલી સૂચનાઓનું પાલન કરે એવી આશા MSRTCએ વ્યક્ત કરી હતી.
