Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડને પહેલાં ખુરસી સાથે બાંધ્યો, આંખે પાટા બાંધ્યા અને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો

બૉયફ્રેન્ડને પહેલાં ખુરસી સાથે બાંધ્યો, આંખે પાટા બાંધ્યા અને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો

Published : 23 April, 2026 11:34 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૭ વર્ષની પ્રેરણા નામની છોકરી કિરણ નામના છોકરા સાથે લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બૅન્ગલોરમાં એક ગર્લફ્રેન્ડે પોતાના બૉયફ્રેન્ડ સાથે જે બેરહેમી કરી એ સાંભળીને રૂંવાડાં ખડાં થઈ જાય એમ છે. ૨૭ વર્ષની પ્રેરણા નામની છોકરી કિરણ નામના છોકરા સાથે લગભગ બે વર્ષથી રિલેશનશિપમાં હતી. બન્ને એક જ ટેલિકૉમ કંપનીમાં સાથે કામ કરતાં હતાં. જોકે છેલ્લા થોડાક સમયથી કિરણ તેને ઓછો ભાવ આપતો હતો એટલે પ્રેરણા અકળાઈ હતી. મંગળવારે તેણે કિરણને પોતાના ઘરે બોલાવ્યો અને તેને કહ્યું કે તે વેસ્ટર્ન સ્ટાઇલમાં તેને પ્રપોઝ કરવા માગે છે. જોકે તે આવ્યો એ પછી બન્ને વચ્ચે ઝઘડો થયો. આરોપ છે કે યુવતીએ છોકરાને બાંધી દીધો અને પછી તેના પર પેટ્રોલ છાંટીને જીવતો જ સળગાવી દીધો. પ્રેરણાએ કિરણને વેસ્ટર્ન સ્ટાઇલમાં પ્રપોઝ કરવું છે એમ કહીને તેને ખુરસી સાથે બાંધ્યો હતો. એ પછી તેની આંખો પર પણ પટ્ટી બાંધી દીધી. હાથ જોરથી દોરડા વડે બાંધ્યા હોવાથી પેલો યુવક પૂછતો રહ્યો કે તું શું કરે છે? ત્યારે પ્રેરણાએ કહ્યું કે વેસ્ટર્ન સ્ટાઇલમાં આવું જ હોય. એ પછી તેણે યુવકનાં કપડાં કાઢ્યાં અને તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. એટલું જ નહીં, તે યુવકની આ હાલત ત્યાં જ જોતી રહી અને પૂરી ઘટના કૅમેરામાં કેદ પણ કરી. તેને

જ્યારે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે કિરણ અત્યંત ભયાનક રીતે દાઝી ગયો હતો અને ઇલાજ દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતો.



પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રેરણાને છેલ્લા થોડાક સમયથી એવું લાગતું હતું કે કિરણ તેની ઉપેક્ષા કરે છે, તેને અવારનવાર મળતો નથી અને તે કદાચ તેની સાથે લગ્ન કરવા નથી માગતો. પોલીસે પ્રેરણાની ધરપકડ કરી છે અને વિડિયો પણ જપ્ત કર્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 11:34 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK