આ ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝની ફૅશન સેન્સને જોઈને તેમણે એની નિંદા કરી છે.

વિવેક અગ્નિહોત્રી
‘ધ કશ્મીર ફાઇલ્સ’ના મેકર વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું છે કે કાન ફિલ્મ ફેસ્ટિવલ એ ફૅશન શો નથી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝ જે પ્રકારના આઉટફિટ પહેરીને આવે છે એને જોતાં તાજેતરમાં જ વિવેક અગ્નિહોત્રીએ તેમને કૉસ્ચ્યુમ સ્લેવ્સ જણાવ્યા હતા. સોશ્યલ મીડિયામાં વિવેક અગ્નિહોત્રી પોતાના વિચાર બિન્દાસ વ્યક્ત કરે છે. હાલમાં જ તેમણે કાન ફિલ્મ ફેસ્ટિવલને લઈને જણાવ્યું છે. આ ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝની ફૅશન સેન્સને જોઈને તેમણે એની નિંદા કરી છે. ટ્વિટર પર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું કે ‘શું તમે જાણો છો કે કાન ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મો માટેનો છે? મને વિચાર આવ્યો કે જે લોકોને એમ લાગતું હોય કે આ એક ફૅશન શો છે તો તેમને હું યાદ અપાવી દઉં.’