પિતા-પુત્રના સંબંધોની સ્ટોરી ‘ધ મેહતા બૉય્ઝ’માં કામ કરવાની સાથે તેમણે એ દિગ્દર્શિત પણ કરી છે
બોમન ઈરાની
બમન ઈરાની તેમની ઍક્ટિંગથી ખૂબ ફેમસ થયા છે. તેમણે હવે ડિરેક્શનમાં ઝંપલાવ્યું છે. પિતા-પુત્રના જટિલ સંબંધોને દેખાડતી સ્ટોરી ‘ધ મેહતા બૉય્ઝ’ તેમણે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે અવિનાશ તિવારી અને શ્રેયા ચૌધરી પણ જોવા મળશે. ફિલ્મ વિશે બમન ઈરાનીએ કહ્યું, ‘આ વખતે સૌથી અઘરી વસ્તુ એ હતી કે લખવાની સાથે મારે ફિલ્મ ડિરેક્ટ પણ કરવાની હતી. હવે મને એહસાસ થયો કે ફિલ્મ કેવી રીતે બને છે.’


