બમન ઈરાનીનો દીકરો કાયોઝ તેની પહેલી ફિલ્મને ડિરેક્ટ કરવા માટે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે તેના પર તેણે ખૂબ આશિષ વરસાવી હતી.
પહેલી ફિલ્મ ડિરેક્ટ કરવા નીકળેલા દીકરાને ભરપૂર આશિષ આપી બમન ઈરાનીએ
બમન ઈરાનીનો દીકરો કાયોઝ તેની પહેલી ફિલ્મને ડિરેક્ટ કરવા માટે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે તેના પર તેણે ખૂબ આશિષ વરસાવી હતી. એ ફોટો બમને શૅર કર્યો છે. એમાં બમન અને તેની વાઇફ ઝીનોબિયા તેને ભેટી રહ્યાં છે. કાયોઝે ૨૦૧૨માં આવેલી કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં કામ કર્યું હતું. સાથે જ ૨૦૨૧માં આવેલી વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘અજીબ દાસ્તાન્સ’ને ડિરેક્ટ કરી હતી. હવે તે એક ફીચર ફિલ્મને ડિરેક્ટ કરવાની જર્ની પર નીકળ્યો છે. દીકરાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બમન ઈરાનીએ કૅપ્શન આપી હતી, ‘અમારો દીકરો કાયોઝ આજે તેના ડિરેક્શનમાં બનનારી પહેલી ફીચર ફિલ્મ માટે જઈ રહ્યો છે. તને આશીર્વાદ આપું છું. પહેલા દિવસના શૂટિંગના ફોટો અમને મોકલજે.’


