બોલીવુડ અભિનેત્રીઓ જે ફિલ્મોમાં આવ્યા પહેલા દેખાતી હતી આવી...
(તસવીર સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)
બોલીવુડ સ્ટાર્સની તસવીરો મોટાભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. આમાં અભિનેત્રી પોતાના લૂક્સ, ગ્લેમર, લાઇફસ્ટાઇલને કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. પણ, શું તમે જાણો છો કે બોલીવુડમાં ઘણાં એવા સેલેબ્સ છે, જેમણે ફિલ્મમાં આવ્યા પછી કે બરાબર તેની પહેલા પોતાનામાં ઘણાં ચેન્જિસ કર્યા છે. જો તમે તેમની જૂની તસવીરો જોશો, તો કદાચ તેમને ઓળખી નહીં શકો.
સુશાંત સિંહ રાજપૂત
ADVERTISEMENT
આ સુશાંત સિંહ રાજપૂતના તે સમયની તસવીર છે, જ્યારે તેને પુકાર માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ પુકારના સેટ પરની પહેલા દિવસની તસવીર છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો કે તે સમયે સુશાંત કેવો દેખાતો હતો અને તેની છેલ્લી ફિલ્મમાં તેનો લૂક કેવો રહ્યો.
આ તસવીર તમારી પ્રિય અભિનેત્રી સારા અલી ખાનની છે. હા ખરેખર, તમે ભલે આ તસવીર જોઇને ચોંકી ગયા હશો પણ આ તસવીર સારા અલી ખાનની જ છે અને તે ફિલ્મોમાં આવ્યા પહેલા આવી જ દેખાતી હતી. અભિનેત્રીએ પોતાના ફિગર પર કામ કર્યું અને વર્ક આઉટની મદદથી તેણે પોતાનું વજન ઘટાડ્યું અને હવે તે ઘણી ગ્લેમરસ દેખાય છે. અને લોકપ્રિય બની છે.
શું તમે જાણો છો કે અભિનેત્રી કેટરિના કૅફે ફેવિકૉલની એડ્વટાઇઝમેન્ટમાં કામ કર્યું છે? અભિનેત્રીએ ફેવિકૉલની જાહેરાતમાં કામ કર્યું અને આ તસવીરમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન તેને લૂક કેવો હતો. અને હવે અભિનેત્રી ફિલ્મોમાં ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળે છે.
તાપસી પન્નૂની આ તસવીર તેના સ્કૂલિંગ સમયની છે. આ તસવીર અભિનેત્રીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. પંજાબી પરિવારમાંથી આવતી અભિનેત્રીએ આ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી જેમાં તેણે શાળાકીય કાળ દરમિયાન એસેમ્બલીમાં ભાગ લઈ રહી હતી. તમે જોઇ શકો છો કે તેના લૂક્સમાં કેટલું પરિવર્તન આવ્યું છે.
અભિનેત્રી ઝરીન ખાને પણ ફિલ્મોમાં આવતાં પહેલા પોતાના ફિગર પર ઘણું કામ કર્યું. ફિલ્મોમાં આવતાં પહેલા અભિનેત્રીનું વજન લગભગ 100 કિલો જેટલું હતું, જો કે તેણે ફિલ્મોમાં આવવા માટે ઘણું વજન ઘટાડ્યું અને હવે તે ઘણાં સમયથી ટૉપ ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ છે.