Neha Kakkar: શું નેહા અને રોહનપ્રીતના રોકાની રસમ થઈ ગઈ?
નેહા કક્કર
'સેલ્ફી ક્વીન (Selfie Queen)' બોલીવુડ સિંગર નેહા કક્કર (Bollywood Singer Neha kakkar) હંમેશાંથી જ સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી રહી છે. નેહા ક્યારેક પોતાની હૉટ તસવીરોને કારણે તો ક્યારેક પોતાના ગીતોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તે રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે લગ્નની ચર્ચાઓને લઈને છવાયેલી છે. છેલ્લા કેટલાક દિવસથી નેહા અને રોહનપ્રીતને લઈને સમાચાર આવી રહ્યા છે. જોકે, બન્ને તરફથી તેમના સંબંધોને લઈને કોઇ કોમેન્ટ નથી આવી. આ દરમિયાન બન્ને સ્ટાર્સની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોતા ચાહકો કયાસ લગાડી રહ્યા છે કે તેમની રોકાની રસમ થઈ ગઈ છે.
ADVERTISEMENT
સિંગર નેહા કક્કર અને રોહનપ્રીતની વાયરલ થતી તસવીરો એક ચાહકે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. આ તસવીરમાં નેહા અને રોહનપ્રીત સોફા પર બેઠેલા દેખાઇ રહ્યા છે. તો નેહાના હાથમાં એક બૅગ સાતે કેટલીક ગિફ્ટ્સ પણ દેખાય છે. નેહા આ દરમિયાન કૅઝ્યુઅલ લૂક્સમાં જોવા મળી રહી છે. તો તસવીરમાં નેહા અને રોહનપ્રીત સાથે બીજા બે જણ દેખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને રોહનપ્રીતના પેરેન્ટ્સ છે.
જણાવવાનું કે તાજેતરમાં જ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો રોહનપ્રીતે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વીડિયોના બૅકગ્રાઉન્ડમાં 'લઈ દો છલ્લા છલ્લા ડાયમંડ દા છલ્લા લઈ દો હાઁ જી...' ગીત વાગી રહ્યું હતું. ત્યારે જ રોહન એક રિંગ નેહાના હાથમાં પહેરાવતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા પછીથી બન્નેની સગાઇની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું હતું, બન્નેને લઈ ચર્ચા અહીં સુધી છે કે નેહા આ મહિને જ રોહનપ્રીત સાથે લગ્ન કરવાની છે. જો કે, આ વાતની હજી સુધી કોઇ અધિકારિક પુષ્ઠિ કરવામાં આવી નથી.