સુરતમાં શિલ્પા શેટ્ટીએ લીધા યોગા ક્લાસ, જણાવી ફિટ રહેવાની ટિપ્સ
શિલ્પા શેટ્ટી સુરતમાં લોકોને આપી રહી છે યોગા ક્લાસ
શિલ્પા શેટ્ટી તેની વિશેષ ફિટનેસ માટે જાણીતી છે. શિલ્પા ન ફક્ત યોગા પણ જિમમાં કસરત કરીને પણ પોતાને ફિટ રાખે છે. પણ તે એનાથી બીજાને પણ પ્રેરણા આપે છે. શિલ્પા ફિટનેસ ગુરૂ છે અને તે પોતાની ફિટનેસ એપ અને સીડી પણ લૉન્ચ કરી ચૂકી છે. કાલે એટલે 21 જૂનના રોજ ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. ત્યારે આજે શિલ્પાએ મોટી સંખ્યામાં લોકોને ફિટનેસ માટે જાગરૂક કર્યા છે અને ફિટ રહેવા માટે ટિપ્સ પણ આપી છે. શિલ્પા અલગ-અલગ વિસ્તારમાં થઈ રહેલા યોગા સેશનનો પણ હિસ્સો બની છે.
ADVERTISEMENT
આ યોગા સેશનની વચ્ચે શિલ્પા શેટ્ટીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા સુરતમાં યોગા સેશનમાં ભાગ લેતી દેખાઈ રહી છે. શિલ્પાએ આ સેશનમાં 3000થી વધારે લોકોને એકસાથે યોગા ટિપ્સ આપી અને ફિટ રહેવા માટે શું કરવું જોઈએ એની પણ ટિપ્સ આપી છે. વીડિયોમાં શિલ્પા આ સેશનમાં હાજર લોકોને સરળતાથી ટિપ્સ આપતી દેખાઈ રહી છે.
આ પણ વાંચો : અજય દેવગનને આજે પણ સતાવે છે આ વાતનો ડર, જાણો એમની પાસેથી
44 વર્ષે પણ શિલ્પા એકદમ ફિટ, કસરત અને ડાયટ પર પૂરેપૂરૂ ધ્યાન આપે છે અને તે બૉલીવુડની મોસ્ટ ફિટ અભિનેત્રીમાંથી એક છે.