Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા બન્ને દીકરા ૩-૪ વર્ષમાં બૉલીવુડમાં એન્ટ્રી કરશે : બૉબી દેઓલ

મારા બન્ને દીકરા ૩-૪ વર્ષમાં બૉલીવુડમાં એન્ટ્રી કરશે : બૉબી દેઓલ

10 December, 2023 09:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉબી દેઓલ ‘ઍનિમલ’માંના પોતાના રોલથી છવાઈ ગયો છે. હવે તેના બે દીકરા પણ દાદા ધર્મેન્દ્ર અને પાપા બૉબી દેઓલની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે.

બોબી દેઓલ

બોબી દેઓલ


બૉબી દેઓલ ‘ઍનિમલ’માંના પોતાના રોલથી છવાઈ ગયો છે. હવે તેના બે દીકરા પણ દાદા ધર્મેન્દ્ર અને પાપા બૉબી દેઓલની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે. જોકે એને માટે આપણે હજી ૩-૪ વર્ષ રાહ જોવી પડશે. બૉબીના દીકરાનાં નામ આર્યમાન અને ધરમ છે. સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ની સક્સેસ પાર્ટીમાં આર્યમાન તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું. બૉબીનું કહેવું છે કે તેનો દીકરો આર્યમાન ફિલ્મોમાં આવે એ પહેલાં પૂરતી ટ્રેઇનિંગ લે. તો નાના દીકરા ધરમને ફિલ્મમેકિંગ ગમે છે એવું તેણે જણાવ્યું હતું. દીકરાઓ ફિલ્મમાં આવશે એ વિશે બૉબી દેઓલે કહ્યું કે ‘શો બિઝનેસ જેવો કોઈ બિઝનેસ નથી અને મારા દીકરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે. જોકે હમણાં તો તેઓ ખૂબ નાના છે. મારો મોટો દીકરો બાવીસ વર્ષનો છે અને નાનો દીકરો ૧૯ વર્ષનો છે. એથી તેમને હજી ૩-૪ વર્ષ લાગશે.’


સની દેઓલે તેના દીકરા કરણ દેઓલને ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા લૉન્ચ કર્યો હતો. એથી બૉબીને પૂછવામાં આવ્યું કે શું તે પણ તેના દીકરાને લૉન્ચ કરશે? એનો જવાબ આપતાં બૉબી દેઓલે કહ્યું કે ‘ના, હાલમાં એવો કોઈ પ્લાન નથી. મારી ઇચ્છા છે કે આર્યમાન પૂરતી ટ્રેઇનિંગ લે અને પોતાની જાત પર સખત મહેનત કરે. તે હાલમાં ગ્રૅજ્યુએટ થયો છે. તે એવો છે કે કોઈ પણ બાબતમાં ​પ્રાણ પૂરી દે છે. મારા બન્ને દીકરાના સ્વભાવ અલગ છે. કોવિડ દરમ્યાન મારા નાના દીકરાએ જાતે ફિલ્મમેકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. મારા ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો દેખાય છે એ બધા તેણે બનાવ્યા છે. તેને એડિટિંગ, બૅકગ્રાઉન્ડ અને વિઝ્‍યુઅલ્સ એ બધા પર કામ કરવાનું ગમે છે. અમે જ્યારે ફિલ્મ જોઈએ ત્યારે તે ફિલ્મને લઈને ટેક્નિકલ વિષય પર ચર્ચા કરે છે. દરેક બાળક પોતાનામાં જ ખાસ હોય છે, એથી ભવિષ્યમાં તેમને માટે શું લખાયું છે એની રાહ જોવી પડશે. હું કોઈ ધારણા ન બાંધી શકું. હું તેમને ખુશ અને સફળ જોવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK