ઍનિમલ’માં શાનદાર પર્ફોર્મન્સ આપનાર બૉબી દેઓલ તેની અગાઉની ફિલ્મો ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’થી સંતુષ્ટ નથી. તેનું માનવું છે કે આ બે ફિલ્મોમાં તેની કળાને જોઈએ એટલી દેખાડવાની તક નથી મળી.
બોબી દેઓલ
‘ઍનિમલ’માં શાનદાર પર્ફોર્મન્સ આપનાર બૉબી દેઓલ તેની અગાઉની ફિલ્મો ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’થી સંતુષ્ટ નથી. તેનું માનવું છે કે આ બે ફિલ્મોમાં તેની કળાને જોઈએ એટલી દેખાડવાની તક નથી મળી. ‘ઍનિમલ’માં નેગેટિવ રોલ કરનાર બૉબીને ખૂબ પ્રશંસા મળી રહી છે. સાથે જ વેબ-સિરીઝ ‘આશ્રમ’માં તેના રોલનાં પણ લોકોએ ખૂબ વખાણ કર્યાં હતાં. તેની કરીઅરના આ બીજા તબક્કા વિશે બૉબી દેઓલે કહ્યું કે ‘મેં ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’માં કામ કર્યું હતું, પરંતુ એક ઍક્ટર તરીકે મને ધારી એવી સંતુષ્ટિ નહોતી મળી. હા, લોકોએ મારી નોંધ લીધી. યુવા પેઢીને જાણ થઈ કે કોણ છે બૉબી દેઓલ. એ રીતે મારા માટે સારું હતું. મેં જ્યારે ‘ક્લાસ ઑફ 83’ કરી ત્યારથી જ મને નોટિસ કરવામાં આવ્યો. લોકોએ એક ઍક્ટર તરીકે મારા પર વિશ્વાસ મૂકવા માંડ્યો ત્યારે ‘આશ્રમ’માં પણ કામ મળ્યું.’ આશ્રમ’માં બાબા નિરાલાનો રોલ કરતી વખતે તેને ડર લાગતો હતો. એ વિશે બૉબી દેઓલે કહ્યું કે ‘મેં જ્યારે એ શો કર્યો તો મને ખૂબ ડર લાગતો હતો. એટલો પણ ડર નહોતો લાગ્યો કે હું એ રોલ ન કરી શકું, પરંતુ મારા પ્રત્યે લોકોમાં ગેરસમજ થશે એની મને ચિંતા હતી. એ એક એવી લડત છે જેમાંથી દરેક ઍક્ટર પસાર થાય છે. તમે કોઈ વસ્તુને પ્રોત્સાહન નથી આપી રહ્યા, પરંતુ તમે એક પાત્ર ભજવી રહ્યા છો. હું જ્યારે એ રોલ કરી રહ્યો હતો ત્યારે મેં મારા પિતા, મમ્મી અને ભાઈને પણ એ વિશે નહોતું જણાવ્યું; કારણ કે મને એમ હતું કે કદાચ તેઓ મને એ રોલ કરવાની ના પાડશે. હું એ રોલ કરવા માગતો હતો. મેં મારી વાઇફને જણાવ્યું અને તેણે એ રોલ કરવાનું મને પ્રોત્સાહન આપ્યું હતું. તે મારી સૌથી મોટી સ્ટ્રેંગ્થ છે. હું જે કરવા માગું છું એ તે સારી રીતે જાણે છે. મારો ભાઈ સની મને હંમેશાં કહે છે કે ‘આશ્રમ’ OTT પરની ‘ગદર’ છે.’