બિપાશા બાસુ હવે ટ્રોલિંગ પર ધ્યાન નથી આપતી. ગયા વર્ષે બાર નવેમ્બરે કરણ સિંહ ગ્રોવર અને બિપાશા એક દીકરીના પેરન્ટ્સ બન્યા હતા.
બિપાશા બસુ
બિપાશા બાસુ હવે ટ્રોલિંગ પર ધ્યાન નથી આપતી. ગયા વર્ષે બાર નવેમ્બરે કરણ સિંહ ગ્રોવર અને બિપાશા એક દીકરીના પેરન્ટ્સ બન્યા હતા. તેમણે દીકરીનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું છે. દીકરીને જન્મ આપ્યા બાદ બિપાશાનું વજન વધી ગયું હતું. એને લઈને સોશ્યલ મીડિયામાં તેને ખૂબ ટ્રોલ કરવામાં આવતી હતી. એ વિશે બિપાશાએ કહ્યું કે ‘હું એ લોકોને કહેવા માગું છું કે તમે સતત મને ટ્રોલ કર્યા કરો, મને એનાથી કોઈ વાંધો નથી.’
દીકરીને પ્રાથમિકતા આપવાની વાત કરતાં બિપાશાએ કહ્યું કે ‘દેવી મારા માટે સૌપ્રથમ આવે છે. મારી આંખો બંધ હોય કે ખુલ્લી હોય, તે જ હંમેશાં દેખાય છે. હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે મને જલદી ઘરે પાછા ફરવાની તાલાવેલી હોય છે અને તેની સાથે સમય પસાર કરવાનો હોય છે. મારી લાઇફમાં બધું જ તેની સાથે જોડાયેલું છે. કરણ નંબર ત્રણ પણ છે. હું નંબર બે પર છું અને દેવી નંબર વન પર છે.’


