એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના ફ્યુચર પ્લાનિંગ વિશે વાત કરી
બિપાશા બાસુ
બિપાશા બાસુની ગણતરી બૉલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. તેણે ૨૦૦૧માં ફિલ્મ ‘અજનબી’થી ડેબ્યુ કર્યું હતું અને ‘રાઝ’ અને ‘જિસ્મ’ જેવી સફળ ફિલ્મોથી છવાઈ ગઈ હતી. તે છેલ્લે ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘અલોન’માં જોવા મળી હતી. હાલમાં બિપાશા અભિનયથી દૂર રહીને પોતાની પુત્રી દેવીના ઉછેર પર ધ્યાન આપી રહી છે. હવે તેણે પોતાના કમબૅક વિશે પોતાની લાગણી વ્યક્ત કરી છે
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ૨૦૧૬માં લગ્નના બંધનમાં બંધાયાં હતાં અને તેણે ૨૦૨૨માં પુત્રી દેવીને જન્મ આપ્યો હતો. હાલમાં બિપાશા દીકરી દેવીના ઉછેરમાં વ્યસ્ત છે અને અવારનવાર પુત્રી સાથેની તસવીરો પણ શૅર કરતી રહે છે.
ADVERTISEMENT
બિપાશાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું બૉલીવુડને ખૂબ મિસ કરું છું. એ મારું કામ છે પરંતુ મને એ પણ ખબર છે કે બૉલીવુડ મને ક્યારેય ભૂલશે નહીં. એ મને છોડીને ક્યાંય જવાનું નથી પરંતુ મારી દીકરી ચોક્કસ મોટી થઈ જશે. એક મમ્મી તરીકે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આપણે શું કરવું જોઈએ. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હું ફરીથી કામ કરવાની શરૂઆત કરું.’


