Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 17: એક દિવસ પણ સલમાનના શૉમાં ન ટક્યો ઓરી, કેમ એન્ટ્રી બાદ તરત એક્ઝિટ?

Bigg Boss 17: એક દિવસ પણ સલમાનના શૉમાં ન ટક્યો ઓરી, કેમ એન્ટ્રી બાદ તરત એક્ઝિટ?

Published : 27 November, 2023 04:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 17 Orry Leaves Salman Khan Show: તાજેતરમાં જ શૉ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થનારા અને બૉલિવૂડ કિડ્સ સાથે મોટાભાગે સ્પૉટેડ ઓરીએ શૉમાં એન્ટ્રી લીધી હતી. પણ હવે ઓરીને લઈને મોટા સમાચાર એ છે કે તે શૉમાંથી બહાર થઈ ગયો છે.

ઓરી

ઓરી


Bigg Boss 17 Orry Leaves Salman Khan Show: ટીવીના કૉન્ટ્રોવર્શિયલ શૉ બિગ બૉસને લઈને લગભગ દરરોજ નવી અપડેટ્સ આવતી હોય છે, તાજેતરમાં જ શૉ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થનારા અને બૉલિવૂડ કિડ્સ સાથે મોટાભાગે સ્પૉટેડ ઓરીએ શૉમાં એન્ટ્રી લીધી હતી. પણ હવે ઓરીને લઈને મોટા સમાચાર એ છે કે તે શૉમાંથી બહાર થઈ ગયો છે.

`ધ આર્ચીઝ`ની ઈવેન્ટમાં થયો સ્પૉટ
Bigg Boss 17 Orry Leaves Salman Khan Show: તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે ઓરી તે ઈવેન્ટમાં પહોંચ્યો છે. હકીકતે આ વીડિયો ધ આર્ચીઝની ફિલ્મ પાર્ટીનો છે. વીડિયો વાયરલ થયા પછીથી દર્શકો વિચારી રહ્યા છે કે ઓરી તો બિગ બૉસના ઘરે ગયો તો તો પછી તે ઇવેન્ટ કેવી રીતે અટેન્ડ કરી રહ્યો છે. વીડિયોમાં ઓરીને પાપારાઝી માટે પૉઝ આપતો જોઈ શકાય છે. આ દરમિયાન તે વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી રહ્યો છે. એક યૂઝરે કોમેન્ટ કરીને લખ્યું, "મેં અત્યારે તો બિગ બૉસ જોયું આ તો ત્યાં હતો અહીં કેવી રીતે આવી ગયો."



એન્ટ્રી લેતા જ બહાર કરી દેવામાં આવ્યો ઓરી?
Bigg Boss 17 Orry Leaves Salman Khan Show: હકીકતે, દર રવિવારની જેમ આ વખતે પણ જસ્ટ ચિલ વિથ સોહેલ એન્ડ અરબાઝ સેશન રાખવામાં આવ્યું હતું. સેશનમાં અરબાઝ ખાન અને સોહેલ ખાને ઘરવાળાને ખૂબ જ એન્ટરટેઈન કર્યા અને ઓરીની જબરજસ્ત મસ્તી પણ કરવામાં આવી. પણ સેશન પછી અરબાઝ અને સોહેલની સાથે સાથે ઓરી પણ શૉમાંથી બહાર નીકળી ગયો. અરબાઝ અને સોહેલે પણ બધા ઘરવાળાને જણાવ્યું કે ફક્ત એક દિવસ માટે જ શૉમાં આવ્યો છે. ઓરી કોઈ વાઈલ્ડ કાર્ડ કોન્ટેસ્ટન્ટ નથી તે ફક્ત વીકએન્ડ પર કોન્ટેસ્ટન્ટ્સને એન્ટરટેઈન કરવા માટે શૉમાં આવ્યો હતો. આ સાંભળીને બધા ઘરવાળા શૉક્ડ થઈ જાય છે.


કોન્ટેસ્ટન્ટે કર્યું ઓરીનું વેલકમ
Bigg Boss 17 Orry Leaves Salman Khan Show: જણાવવાનું કે ઓરી જ્યારે પહેલીવાર બિગ બૉસના ઘરે આવ્યો હતો ત્યારે સલમાન ખાને તેનું શાનદાર સ્વાગત કર્યું હતું. ઘરવાળાઓએ પણ ઓરી માટે વેલકમ પાર્ટી અરેન્જ કરી હતી. આગળ બિગ બૉસ ઘરવાળાને ઓરી માટે પાર્ટી ટાસ્ક આપે છે. ત્રણેય ટીમે પાર્ટી અરેન્જ કરવાની હોય છે અને ઓરીને એન્ટરટેઈન કરવાનું હોય છે, જે જેટલો વધારે સમય ઓરીને પોતાના ઘરમાં રોકી શકશે, તે આ ગેમ જીતી જશે. એવામાં પહેલા મુનવ્વર ફારુકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપડા, ઈશા માલવીય અને સમર્થ જુરૈલ, અભિષેક કુમાર તેની સાથે ડાન્સ અને રૈપ કરે છે. સાથે જ અલગ-અલગ પૉઝની સાથે ફોટોઝ પણ ક્લિક કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2023 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK