બૉમ્બે નં. ૩ પ્રોડક્શન્સ (Bombay No. 3 Productions) દ્વારા આયોજિત અને રાજીવ ગોસ્વામી દ્વારા ક્યુરેટ કરાયેલા એક ભવ્ય મ્યુઝિકલ શો ‘ભજન જૅમિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે.
મુંબઈમાં ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ : ધ ભજનકાર પ્રસ્તુત કરે છે ભજન જૅમિંગ
બૉમ્બે નં. ૩ પ્રોડક્શન્સ (Bombay No. 3 Productions) દ્વારા આયોજિત અને રાજીવ ગોસ્વામી દ્વારા ક્યુરેટ કરાયેલા એક ભવ્ય મ્યુઝિકલ શો ‘ભજન જૅમિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત ભજનોને આધુનિક અને જીવંત સંગીતના અંદાજમાં રજૂ કરતો આ અનોખો શો શ્રોતાઓને ભક્તિના એક નવા જ આનંદની અનુભૂતિ કરાવશે ૧૩ સપ્ટેમ્બરે સાંજે ૭.૩૦ વાગ્યે. સ્થળ: બાલગંધર્વ રંગ મંદિર, બાંદરા. આ મ્યુઝિકલ સાંજને યાદગાર બનાવવા માટે જાણીતા કલાકારો સમીર પંડિત, યુતિકા વર્મા અને સુષ્મિતા યાદવ પોતાના સૂરીલા અવાજથી ભક્તો અને સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે. આ માત્ર એક કૉન્સર્ટ નથી, પરંતુ એક એવો સમૂહ ઉત્સવ છે જ્યાં કલાકારોની સાથે શ્રોતાઓ પણ ભક્તિના રંગમાં રંગાઈને સાથે ગાઈ અને ઝૂમી શકશે. આગામી ગણેશોત્સવ અને તહેવારોની સીઝનની શરૂઆત કરવા માટે આ એક સુંદર ભક્તિમય સંગીતસંધ્યા સાબિત થશે. શો માટેની ટિકિટો અધિકૃત રીતે BookMyShow પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટિકિટ-બુકિંગ અને વધુ માહિતી માટે સત્તાવાર નંબર 83560 63324 પર સંપર્ક કરી શકાશે.
