તેણે પોતાની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી
ભાગ્યશ્રીએ ગંગાઘાટ પર બોટિંગની મજા માણી હતી
ભાગ્યશ્રી શનિવારે પતિ હિમાલય દાસાણી સાથે બનારસ ગઈ હતી અને તેણે પોતાની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરોમાં ભાગ્યશ્રીએ ગંગાઘાટ પર બોટિંગની મજા માણી હતી. ભાગ્યશ્રીએ પોસ્ટમાં લખ્યું હતું, ‘બનારસની સવાર. અહીંની સવાર કંઈક અલગ જ હોય છે. અહીં સુકૂન અને શાંતિ મળે છે, જાણે બધી નદીઓમાં ગંગાનાં પાણીમાં કંઈ ખાસ વાત છે. અહીં આવીને માણસ પોતાને ભૂલી જાય છે અને નાવિક તમને ગંગાપાર કરાવીને તમારી સાથે જ તમારી ઓળખ કરાવી દે છે. બનારસની દરેક સવાર અલગ હોય છે. આજે વાતાવરણ વાદળોથી ઘેરાયેલું હતું એટલે સૂર્યનાં પહેલાં કિરણો દેખાયાં નહોતાં છતાં આ અનુભવ ખૂબ શાંત અને અદ્ભુત હતો.’

ADVERTISEMENT
ભાગ્યશ્રી બનારસમાં દશાશ્વમેધ ઘાટ પર યોજાતી વિશ્વપ્રસિદ્ધ ગંગા આરતીમાં સામેલ થઈ હતી. આ આરતી દરમ્યાન તેણે હાથ જોડીને માતા ગંગાને પ્રણામ કર્યા હતા. આરતી દરમ્યાન તે મંત્રોચ્ચાર સાંભળતી રહી. ભાગ્યશ્રી લગભગ ૩૦ મિનિટ સુધી દશાશ્વમેધ ઘાટ પર હતી અને ત્યારે તેની સાથે પતિ હિમાલય પણ હાજર હતો. ગંગા આરતીમાં સામેલ થવા માટે ભાગ્યશ્રીએ કોઈ VIP પ્રોટોકૉલ નહોતો લીધો. તે સામાન્ય લોકોની જેમ પગપાળા જ ઘાટ પર ગઈ હતી અને ગંગા આરતી વખતે તે ભક્તિમાં લીન હતી.


