ભાગ્યશ્રીએ હાલમાં સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને તેના શિકાગો વેકેશનની તસવીરો અને અનુભવો શૅર કર્યા છે
શિકાગો વેકેશનની તસવીરો
ભાગ્યશ્રીએ હાલમાં સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને તેના શિકાગો વેકેશનની તસવીરો અને અનુભવો શૅર કર્યા છે. આ પોસ્ટમાં ભાગ્યશ્રીએ લખ્યું છે કે ‘શિકાગોની મુસાફરી એક અનોખો અનુભવ છે અને અહીં આધુનિકતા, સંસ્કૃતિ અને પ્રકૃતિનો સંગમ જોવા મળે છે. આ શહેરે એની સુંદરતા, વ્યંજનોના સ્વાદ અને આધ્યાત્મિકતાથી મારું હૃદય જીતી લીધું. શિકાગોના ઇસ્કૉન મંદિરના ઉત્સવમાં ભાગ લેવાનો અનુભવ મારા માટે યાદગાર રહ્યો. પારંપરિક પોશાકમાં આ ઉત્સવનો ભાગ બનીને મેં ભક્તિ અને સંસ્કૃતિના સંગમને અનુભવ્યો. મંદિરનું શાંત વાતાવરણ અને ઉત્સવની રમઝટે મારી મુસાફરીને વધુ ખાસ બનાવી દીધી.’


