થામામાં બન્ને વચ્ચેની જોરદાર ટક્કર જોવા મળશે
વરુણ ધવન
આગામી ફિલ્મ ‘થામા’માં આયુષમાન ખુરાના એક વૅમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે રશ્મિકા મંદાનાને સાઇન કરવામાં આવી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે વરુણ ધવન પણ આ ફિલ્મનો ભાગ બનવાનો છે. આ ફિલ્મ ‘સ્ત્રી 2’ અને ‘ભેડિયા’ જેવી હૉરર-કૉમેડી ફિલ્મો બનાવી ચૂકેલા મૅડૉક ફિલ્મ્સની છે. ‘સ્ત્રી 2’ની જેમ ‘થામા’માં પણ વરુણ ભેડિયાના રોલમાં જોવા મળશે, જ્યારે આયુષમાન ખુરાના વૅમ્પાયરની ભૂમિકામાં હશે.
‘થામા’માં વરુણ ધવનની એન્ટ્રીથી દર્શકોને વૅમ્પાયર અને ભેડિયા વચ્ચેની ટક્કર જોવા મળશે. ફિલ્મના સિનેમૅટિક અનુભવને વધારવા માટે પ્રોડ્યુસર દિનેશ વિજન અને ડિરેક્ટર આદિત્ય સરપોતદારે મોટા પાયે તૈયારી કરી છે. ફિલ્મની ઍક્શન સીક્વન્સને VFXની મદદથી મોટા સ્કેલ પર રજૂ કરવામાં આવશે.


