Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ: ટ્રાન્સજેન્ડરને આત્મનિર્ભર બનાવવાની આયુષમાનની પહેલ

ટોટલ ટાઇમપાસ: ટ્રાન્સજેન્ડરને આત્મનિર્ભર બનાવવાની આયુષમાનની પહેલ

30 March, 2024 09:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આયુષમાન ખુરાના કહે છે કે ‘આ ફૂડ ટ્રકનું ઉદ્ઘાટન એક ખાસ ઉદ્દેશ એટલે કે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને પ્રોત્સાહન આપવા માટે અને તેમને સમાજમાં સામેલ કરવા માટે કરવામાં આવ્યુ છે.

આયુષમાન ખુરાનાએ હાલમાં ચંડીગઢના ઝીરકપુરમાં ટ્રાન્સજેન્ડર માટે ફૂડ ટ્રકનું ઉદ્ઘાટન કર્યું

આયુષમાન ખુરાનાએ હાલમાં ચંડીગઢના ઝીરકપુરમાં ટ્રાન્સજેન્ડર માટે ફૂડ ટ્રકનું ઉદ્ઘાટન કર્યું


આલિયા ભટ્ટે પહેર્યો ૨૦ કરોડનો નેકલેસ


આલિયા ભટ્ટે હાલમાં લંડનમાં એક ચૅરિટી ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં તેણે ૨૦ કરોડ રૂપિયાનો નેકલેસ પહેર્યો હોવાની ચર્ચા છે. આ ચૅરિટી ઇવેન્ટનું નામ હોપ ગાલા રાખવામાં આવ્યું હતું. તેણે સલામ બૉમ્બે ફાઉન્ડેશન સાથે મળીને ભારતમાં ગરીબ બાળકોને મદદ કરવા માટે આ ઇવેન્ટ રાખી હતી. તે બ્રિટનમાં ચૅરિટી દ્વારા પૈસા લાવીને ભારતના લોકોને મદદ કરવા માગે છે. આ ઇવેન્ટમાં તેણે બ્લુ સેફાયર અને ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો. આ જ્વેલરીની કિંમત અંદાજે ૨૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. એની સાથે આલિયાએ મૅચિંગ રિંગ પણ પહેરી હતી. આ નેકલેસ અને રિંગ બુલગારી બ્રૅન્ડની છે. આલિયાએ આ ઇવેન્ટના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે.



ટ્રાન્સજેન્ડરને આત્મનિર્ભર બનાવવાની આયુષમાનની પહેલ


ચંડીગઢમાં તેમના માટે ફૂડ ટ્રકનું ઉદ્ઘાટન કરીને આ કમ્યુનિટીને મદદ કરવાની કોશિશ કરી

આયુષમાન ખુરાનાએ હાલમાં ચંડીગઢના ઝીરકપુરમાં ટ્રાન્સજેન્ડર માટે ફૂડ ટ્રકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફૂડ ટ્રક ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં મદદ કરશે. સાથે જ તેમનો સમાજમાં સમાવેશ કરવામાં પણ મદદ મળશે. એ વિશે આયુષમાન ખુરાના કહે છે કે ‘આ ફૂડ ટ્રકનું ઉદ્ઘાટન એક ખાસ ઉદ્દેશ એટલે કે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને પ્રોત્સાહન આપવા માટે અને તેમને સમાજમાં સામેલ કરવા માટે કરવામાં આવ્યુ છે. આ એક નાનકડું પગલું ભરવામાં આવ્યું છે. મારી જેમ સમાજ વિશે વિચારનારા અને સમજદાર લોકો તેમની મદદ માટે આગળ આવે એવી મારી ઇચ્છા છે. ટ્રાન્સજેન્ડર આપણા દેશમાં અદૃશ્ય અને વંચિત કમ્યુનિટી છે. આ ફૂડ ટ્રક તેમને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બનાવશે, જેથી તેમને પણ સમાજમાં સન્માનભેર સ્થાન મળી શકે.’


‘શૈતાન’ની સીક્વલ લાવશે અજય દેવગન?

અજય દેવગનની ૮ માર્ચે રિલીઝ થયેલી ‘શૈતાન’ની સીક્વલ બનવાની શક્યતા છે. ‘શૈતાન’ની જેમ જ એની સીક્વલ પણ બ્લૅક મૅજિક પર આધારિત હશે. અજય દેવગન ટૂંક સમયમાં એની જાહેરાત કરવાનો છે એવી ચર્ચા છે. એવું જાણવા મળ્યું છે કે ‘શૈતાન 2’માં મહારાષ્ટ્રના કોંકણની સ્ટોરી દેખાડવામાં આવશે. કાળા જાદુ માટે કેન્દ્રસ્થાન ગણાતા કોંકણની જટિલતા અને કાળા જાદુની તાકાત એમાં દેખાડવામાં આવશે. આ ફિલ્મ દ્વારા સુપર નૅચરલ દુનિયામાં ડોકિયું કરવામાં આવશે. એમાં અનેક અણધાર્યા ટ્વિસ્ટ્સ પણ જોવા મળશે. ‘શૈતાન’ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેક હતી. સીક્વલની સ્ટોરી ઓરિજિનલ હશે.

‘કિંજુ’ સાથેના ડેટિંગની અફવા પછ‌ી શું કહ્યું ‘તોશુ’એ?

‘અનુપમા’ ૨૦૨૦થી શરૂ થઈ હતી ત્યારથી આશિષ મેહરોત્રા અને નિધિ શાહ શોમાં પતિ-પત્નીનું પાત્ર ભજવી રહ્યાં છે. તેઓ હવે એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. આશિષ અને નિધિએ તેમના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. આ ફોટોને શૅર કરીને આશિષે કૅપ્શન આપી હતી, પ્રાઇવેટ ડેટ નાઇટ ઇન પબ્લિક. જોકે આ ફોટો શેર કરતાંની સાથે તેમના રિલેશનની અફવા જોરશોરથી પ્રસરી હતી. ત્યાર બાદ તેમના ફોટો પર તેમને લગ્ન કરી લેવા માટે ચાહકો કમેન્ટ પણ કરી રહ્યા હતા. જોકે આ સમાચાર અટકવાનું નામ ન લેતા હોવાથી આશિષે કૅપ્શનને એડિટ કરીને ફરી લખ્યું, ‘અમે ડેટ નથી કરી રહ્યાં. તમે થોડા શાંત રહો.’

તાપસીને કોની સાથે આજીવન રોમૅન્સ કરવો છે?

તાપસી પન્નુને સાડી પહેરવાનું ખૂબ ગમે છે. આ વખતે તેણે સાડી પર બ્લૅક પૅન્ટ અને કોટ પહેરીને મૉડર્ન ફ્યુઝન દેખાડ્યું છે. તાપસીએ અગાઉ સાડી પર સ્નીકર્સ પહેર્યાં હતાં. આમ તે વારંવાર સાડી પહેરીને કંઈક નવાં એક્સપરિમેન્ટ કરતી રહે છે. તાપસીએ તેના બૉયફ્રેન્ડ બૅડ્‍મિન્ટન-પ્લેયર મથાયસ બો સાથે ઉદયપુરમાં ૨૩ માર્ચે ચૂપચાપ લગ્ન કરી લીધાં હોવાની ચર્ચા છે. જોકે તાપસીએ એ વિશે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી નથી આપી. સાડીમાં પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી, ‘આશા છે કે સાડી સાથેનો રોમૅન્સ કદી પૂરો ન થાય.’

રણથંભોરમાં શિલ્પાને ઘણી ખમ્મા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા હાલમાં રાજસ્થાનની ટ્રિપ પર ગઈ છે. તેની સાથે તેનાં બે બાળકો વિઆન અને સમીશા પણ છે. તેણે રણથંભોરની સફારીનો વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં કેટલાંક પ્રાણીઓ જોવા મળે છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શિલ્પાએ કૅપ્શન આપી હતી, ‘રણથંભોર. બધાં પશુઓને જોવાનો આ ખરેખર અદ્ભુત અનુભવ હતો. એમાં પણ સૌથી શ્રેષ્ઠ વાઘણને તેનાં બચ્ચાંઓ સાથે તેમના કુદરતી વાતાવરણમાં જોવાનો, કાંઈક નવું શીખવાનો અને રોમાંચક અનુભવ હતો. માત્ર બાળકો માટે જ નહીં, અમારા માટે પણ હતો. સૂર્યોદય, સાઇટ્સ અને કંપની બધું બરાબર હતું. ઘણી ખમ્મા.’

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2024 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK