આયુષમાનને તેની પ્રાઇવેટ લાઇફ વિશે વાત કરવાનું પસંદ નથી અને તાહિરા તેનાથી એકદમ અલગ છે
આયુષમાન ખુરાના પત્ની તાહિરા કશ્યપ સાથે (ફાઇલ તસવીર)
આયુષમાન ખુરાનાનું કહેવું છે કે તેણે તેની પત્ની તાહિરા કશ્યપે લખેલી ‘ધ સેવન સિન્સ ઑફ બીઇંગ મધર’ બુક હજી સુધી નથી વાંચી. આ બુકમાં તાહિરાએ તેની અને આયુષમાનની સેક્સલાઇફ વિશે પણ વાત કરી હતી. આયુષમાનની ‘અનેક’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સારો રિસ્પૉન્સ નથી મળી રહ્યો. આયુષમાનને તેની પ્રાઇવેટ લાઇફ વિશે વાત કરવાનું પસંદ નથી અને તાહિરા તેનાથી એકદમ અલગ છે. તાહિરાએ મમ્મી બનવાની સાથે તેની પર્સનલ લાઇફમાં પણ કેટલાક બદલાવ આવ્યા છે અને મમ્મી બન્યા બાદ તેની સેક્સલાઇફ કેવી છે એના પર પણ વાત કરી હતી. આ વિશે વાત કરતાં આયુષમાને કહ્યું હતું કે ‘કેટલાક લોકો માટે એ એન્ટરટેઇનિંગ હોઈ શકે છે, પરંતુ મેં એ નથી વાંચી.’


