૨૦૦૭માં આવેલી ‘આવારાપન’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી, પણ એની સીક્વલે આ ફ્રૅન્ચાઇઝીની લોકપ્રિયતા ફરી જીવંત કરી છે. હવે ફિલ્મના અંતને જોતાં ચાહકોમાં ‘આવારાપન 3’ને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આવારાપન 2 પછી બનશે આવારાપન 3?
‘આવારાપન 2’ ઇમરાન હાશ્મીની કરીઅરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ૨૦૦૭માં આવેલી ‘આવારાપન’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી, પણ એની સીક્વલે આ ફ્રૅન્ચાઇઝીની લોકપ્રિયતા ફરી જીવંત કરી છે. હવે ફિલ્મના અંતને જોતાં ચાહકોમાં ‘આવારાપન 3’ને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
‘આવારાપન 2’ના અંતમાં શિવમનું પાત્ર ભજવનાર ઇમરાન હાશ્મી ઝોરાવરની ચુંગાલમાંથી તસ્કરી માટે લઈ જવાઈ રહેલાં બાળકોને બચાવવામાં સફળ થાય છે. ત્યાર બાદ ખુલાસો થાય છે કે ઝોરાવરની હરીફ નફીસાએ શિવમની મદદ કરી હતી, પણ તેના બદલામાં તેણે શિવમ પાસેથી એક કામ કરાવ્યું છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં શિવમ નફીસાની ગૅન્ગ સાથે જોડાઈ જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે શિવમની સફર હજી પૂરી થઈ નથી અને આગળની વાર્તા માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે. ‘આવારાપન 3’ વિશે પૂછવામાં આવતાં ફિલ્મના લેખક બિલાલ સિદ્દિકીએ કહ્યું હતું કે ‘ફિલ્મના નિર્માતા વિશેષ ભટ્ટ અને મારી વચ્ચે ફિલ્મ રિલીઝ થયા બાદ માત્ર થોડા મેસેજ સિવાય આ મુદ્દે વાત થઈ નથી. જોકે મને આાશા છે કે વિશેષ ભટ્ટ ટૂંક સમયમાં આ વાર્તાને આગળ લઈ જવા વિશે વિચારશે.’
