Avneet Kaur Accused of Jewellery Fraud: વર્ષ 2023માં પોતાનું બૉલિવૂડ ડેબ્યૂ કરી ચૂકેલી અવનીત કૌર પર એક જ્વેલરી બ્રાન્ડે દગાખોરીનો આરોપ મૂક્યો છે.
અવનીત કૌર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાની સાથે જ ટેલીવિઝન વિશ્વમાં પણ પોતાની આગવી ઓળખ બનાવનાર એક્ટ્રેસ અવનીત કૌર એકવાર ફરી ચર્ચામાં છે. પણ આ વખતે અવનીત કોઈ ફેશન શૉ કે ફિલ્મને લઈને નહીં પણ દગાખોરીના આરોપોને લઈને ચર્ચામાં છે. વર્ષ 2023માં પોતાનું બૉલિવૂડ ડેબ્યૂ કરી ચૂકેલી અવનીત કૌર પર એક જ્વેલરી બ્રાન્ડે દગાખોરીનો આરોપ મૂક્યો છે. બ્રાન્ડે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પર માત્ર આરોપ જ નથી મૂક્યા, પણ પુરાવાઓ સાથે કેટલીક પોસ્ટ પણ શૅર કરી છે. અવનીત કૌર હવે મનોરંજન જગતમાં જાણીતું નામ બની ગઈ છે. પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે હેડલાઈન્સમાં રહેતી અવનીત હવે બીજા કારણે ચર્ચામાં છે. એક જ્વેલરી બ્રાન્ડે તેના પર છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.
સોશિયલ મીડિયા પર જ્વેલરી બ્રાન્ડે ખડો કર્યો વિવાદ
જ્વેલરી બ્રાન્ડે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી પોસ્ટ શૅર કરી અને અભિનેત્રી પર `છેતરપિંડી`નો આરોપ લગાવ્યો. પોસ્ટમાં લખ્યું છે કે, અભિનેત્રીએ તેની બ્રાન્ડની જ્વેલરીને ફ્લૉન્ટ કરતી ઘણી તસવીરો શૅર કરી, પરંતુ ઘણી વખત પ્રૉમિસ કર્યા પછી પણ તેણે તેની બ્રાન્ડને ક્રેડિટ આપી નહીં. આ પછી, જ્યારે બ્રાન્ડે અભિનેત્રીને યાદ અપાવ્યું, ત્યારે અભિનેત્રીએ ઇનકાર કરી દીધો અને મોકલેલા ઘરેણાંની ચૂકવણી કરવા માટે સંમત થઈ, પરંતુ તેણે અત્યાર સુધી તેના માટે ચૂકવણી કરી નથી.
ADVERTISEMENT
જ્વેલરી બ્રાન્ડ પોસ્ટ
આ પોસ્ટમાં, બ્રાન્ડ વતી લખવામાં આવ્યું છે - `એક્ટ્રેસ અને ઇન્ફ્લુએન્સર અવનીત કૌરે તેની તાજેતરની યુરોપની સફર માટે અમારી બ્રાન્ડ RANGમાંથી જ્વેલરી ખરીદી છે. અમે તેના સ્ટાઈલિશ સાથે વાતચીત કરી. અમારા ટુકડા પહેરવાના બદલામાં, અવનીતે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં RANGને ટૅગ કરવા સંમત થયા. 29 જૂન, 2024ના રોજ, અમે અભિનેત્રીને તેના 9 પીસ મોકલ્યા જેમાં ડબલ ફ્લોરલ ઇયરિંગ્સ, ટ્વિસ્ટેડ લૂપ હેન્ડકફ બ્રેસલેટ અને લીફ મોટિફ ઇયરિંગ્સનો સમાવેશ થાય છે.
View this post on Instagram
અભિનેત્રીએ નહોતી આપી ક્રેડિટ
પોસ્ટમાં આગળ લખ્યું છે કે `તેના મહિનાના યુરોપ વેકેશન દરમિયાન, અવનીતે લગભગ 7 વખત અમારી જ્વેલરી પહેરી હતી, પરંતુ તેણે તેની પોસ્ટમાં માત્ર લક્ઝરી બ્રાન્ડનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે અવનીતે તેની પહેલી પોસ્ટમાં અમારી બ્રાન્ડને ટૅગ ન કર્યું, ત્યારે અમે તેના સ્ટાઈલિસ્ટનો સંપર્ક કર્યો. સ્ટાઈલિસ્ટે કહ્યું કે તેણે અવનીત સાથે વાત કરી, જેણે અલગ પોસ્ટમાં અમારી બ્રાન્ડને અન્ય ડ્રેસ સાથે ક્રેડિટ આપવા સંમત થઇ.
સંમત થયા પછી પણ પીછેહઠ કરી અવનીતે
બ્રાન્ડે દાવો કર્યો હતો કે અવનીતે ફરીથી પોસ્ટ કર્યા પછી પણ તેમને ક્રેડિટ આપી નથી. પછી અમે ફરી એકવાર સ્ટાઈલિસ્ટને મેસેજ કર્યો કે શા માટે અવનીતે અમારી બ્રાન્ડને ક્રેડિટ નથી આપી. અવનીતના સ્ટાઈલિસ્ટે જવાબ આપ્યો, `અરે હું તેમને પૈસા આપીશ, તે કેટલાનું છે.` અમે જવાબ આપ્યો કે તે પૈસા વિશે નહીં પરંતુ જે નક્કી કરવામાં આવ્યું હતું તેને વળગી રહેવાની હતી અને અમે શા માટે જ્વેલરીનો ઓર્ડર આપ્યો હતો.