કરણ જોહરને ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ થયાં છે

આર્યન ખાન
આર્યન ખાન હવે કરણ જોહરની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો હોવાની ચર્ચા છે. કરણ જોહરને ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ થયાં છે. તેણે શાહરુખ ખાન દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેના ૨૫ વર્ષનું સેલિબ્રેશન તે હવે આર્યન ખાનને ફિલ્મમાં લઈને કરી રહ્યો હોવાની ચર્ચા છે. હાલમાં એવી ચર્ચા છે કે આર્યને ફિલ્મ તો સાઇન કરી છે, પરંતુ એ કૅમેરા પાછળ કે કૅમેરાની આગળ એ વિશે કંઈ કહેવામાં નથી આવી રહ્યું. આર્યન પહેલાં કરણ જોહરની ‘તખ્ત’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો હતો, પરંતુ એ ફિલ્મને પડતી મૂકવામાં આવી હતી. જોકે ત્યાર બાદ આર્યને તેની વેબ-સિરીઝ ‘સ્ટારડમ’ની જાહેરાત કરી છે જેને તે પોતે ડિરેક્ટ કરવાનો છે.