આ ઇવેન્ટમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઇક્રોસૉફ્ટના સીઈઓ બિલ ગેટ્સ, સુંદર પિચાઈ, અડોબીના સીઈઓ શાંતનુ નારાયણ, વૉલ્ટ ડિઝનીના સીઈઓ બૉબ આઇગર જેવા ઘણા મોટા-મોટા બિઝનેસમેન પણ હાજરી આપશે.
સલમાન ખાન , અર્જુન કપૂર
બૉલીવુડની ઘણી સેલિબ્રિટીએ જામનગરને ત્રણ દિવસ માટે પોતાનું ઘર બનાવી દીધું છે. આજથી શરૂ થઈ રહેલાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સેલિબ્રિટીઝ પહોંચી ગઈ છે. આજે સાંજે સાડાપાંચ વાગ્યે ‘ઍન ઈવનિંગ ઇન એવરલૅન્ડ’ થીમની પાર્ટી રાખવામાં આવી છે જેમાં સૉફિસ્ટિકેટેડ કૉકટેલ અટાયર રાખવામાં આવ્યા છે. બીજા દિવસે અંબાણીના ઍનિમલ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લેવા માટે ‘અ વૉક ઑન ધ વાઇલ્ડ સાઇડ’ રાખવામાં આવ્યું છે. આ માટે ‘જંગલ ફીવર’નો ડ્રેસ-કોડ રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ સાંજે ‘મેલા રોગ’ રાખવામાં આવ્યું છે જેમાં સેલિબ્રિટીઝ ટ્રેડિશનલ દેસી ઍક્ટીવિટીની મજા લઈ શકશે. ત્યાર બાજ રાતે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજા દિવસે ‘તસ્કર ટ્રેઇલ’ રાખવામાં આવ્યું છે. એમાં લગ્નમાં હાજરી આપનારને જામનગરની સુંદરતા દેખાડવામાં આવશે. ત્યાર બાદ સાંજે ‘હસ્તાક્ષર’ ઇવેન્ટ રાખવામાં આવી છે. આ ઇવેન્ટમાં સેલિબ્રિટીઝને ટ્રેડિશનલ ઇન્ડિયન કલ્ચર આઉટફિટમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનની છેલ્લી ઇવેન્ટ હશે. આ ઇવેન્ટમાં ગૌતમ અંદાણી અને સુનીલ ભારતી મિત્તલની સાથે સચિન તેન્ડુલકર અને એમ. એસ. ધોની જેવી ઘણી હસ્તીઓ હાજરી આપશે. સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરુખ ખાન, કરણ જોહર, અર્જુન કપૂર અને માનુષી છિલ્લર જેવી ઘણી સેલિબ્રિટીઝ ત્યાં પહોંચી પણ ગઈ છે.
આ ઇવેન્ટમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, માઇક્રોસૉફ્ટના સીઈઓ બિલ ગેટ્સ, સુંદર પિચાઈ, અડોબીના સીઈઓ શાંતનુ નારાયણ, વૉલ્ટ ડિઝનીના સીઈઓ બૉબ આઇગર જેવા ઘણા મોટા-મોટા બિઝનેસમેન પણ હાજરી આપશે.
ADVERTISEMENT
આ ઇવેન્ટ માટે અંબાણી ફૅમિલીએ ૩૮ બીએમડબ્લ્યુ કાર શોરૂમમાંથી મગાવી છે. આ કારની થીમ વનતારા આપવામાં આવી છે. આ ઇવેન્ટમાં ઇન્ટરનૅશનલ સિંગર રિહાના અને જે. બ્રાઉન, દિલજિત દોસંજ, અરિજિત સિંહ, પ્રીતમ, હરિહરન, અજય-અતુલ જેવી ઘણી સેલિબ્રિટીઝ મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપશે. આ માટે ૨૫૦૦ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે અને ત્રણ દિવસમાં એક પણ આઇટમ રિપીટ કરવામાં નહીં આવે. તેમ જ મધરાતથી લઈને સવારે ચાર વાગ્યા સુધી પણ કોઈને ભૂખ લાગી હોય તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ વીગન ફૂડ ખાનાર માટે અલગથી સેક્શન હશે.
આ ઇવેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સની સમગ્ર ટીમ જોવા મળશે એવી આશા રાખવામાં આવી રહી છે. તેમ જ બચ્ચન ફૅમિલી અને આમિર ખાનની ફૅમિલી પણ ખૂબ જ જલદી હાજરી આપશે. આ સાથે જ રજનીકાન્ત, અક્ષયકુમાર, અજય દેવગન અને સૈફ અલી ખાનની ફૅમિલીની સાથે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, વિકી કૌશલ અને કૅટિરના કૈફ પણ જોવા મળશે. માધુરી દીક્ષિત નેને, આદિત્ય ચોપડા, બોની કપૂર, અનિલ કપૂર, વરુણ ધવનની ફૅમિલીની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તેમ જ શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. કતારના વડા પ્રધાન મોહમ્મદ બની અબ્દુલ રહેમાન બિન જાસ્મ અલ-થાની, સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન કાર્લ બિલ્ડ્ટ, કૅનેડાના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર સ્ટીફન હાર્પર, બોલિવિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યૉર્જ કિરોગા, ભૂતાનના કિંગ ઍન્ડ ક્વીનની સાથે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેવિન રુડ પણ હાજરી આપશે.

