Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: ફૅને રજનીકાન્તની તસવીરની કરી શિવપૂજા

Entertainment Updates: ફૅને રજનીકાન્તની તસવીરની કરી શિવપૂજા

Published : 15 February, 2026 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પૂજા દરમ્યાન રજનીકાન્તનાં સિનેમાજગતમાં ૫૦ વર્ષ પૂરાં થવાના કારણે કાર્તિકે ૫૦૦ વડાંથી બનેલી વિશાળ માળા તૈયાર કરાવી હતી અને એ તસવીરને અર્પણ કરી હતી. આ પ્રસંગે પરિવારજનો અને આસપાસના કેટલાક લોકો પણ હાજર રહ્યા હતા.

ફૅને રજનીકાન્તની તસવીરની કરી શિવપૂજા

ફૅને રજનીકાન્તની તસવીરની કરી શિવપૂજા


સુપરસ્ટાર રજનીકાંતે પોતાની કરીઅરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને તેમના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે. સાઉથમાં ઘણાં સ્થળોએ રજનીકાન્તની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. તાજેતરમાં મદુરાઈમાં રજનીકાન્તના કાર્તિક નામના એક ફૅને મહાશિવરાત્રિના અવસરે ઍક્ટરની પોતાના ઘરમાં બનાવેલા નાનકડા મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. કાર્તિકે જણાવ્યું હતું કે આ સતત ત્રીજું વર્ષ હતું જ્યારે તેણે શિવરાત્રિની આ પૂજા કરી છે.  કાર્તિકે કરેલી આ પૂજા દરમ્યાન એક ફિલ્મમાં ભગવાન શિવના સ્વરૂપમાં દેખાયેલા રજનીકાન્તની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ જ તસવીર સમક્ષ વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવી હતી. આ પૂજા દરમ્યાન રજનીકાન્તનાં સિનેમાજગતમાં ૫૦ વર્ષ પૂરાં થવાના કારણે કાર્તિકે ૫૦૦ વડાંથી બનેલી વિશાળ માળા તૈયાર કરાવી હતી અને એ તસવીરને અર્પણ કરી હતી. આ પ્રસંગે પરિવારજનો અને આસપાસના કેટલાક લોકો પણ હાજર રહ્યા હતા.

અરિજિતે મહાશિવરાત્રિ નિમિત્તે આપી શિવભજનની સરપ્રાઇઝ




થોડા સમય પહેલાં સિંગર અરિજિત સિંહે પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતાં તેના ફૅન્સને ભારે આંચકો લાગ્યો હતો. જોકે અરિજિત સિંહે હવે સ્વતંત્ર સંગીતકાર તરીકે નવું ભક્તિગીત રિલીઝ કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી છે. મહાશિવરાત્રિ પહેલાં ૯ ફેબ્રુઆરીએ યુટ્યુબ પર ‘ઓહ શિવ મેરે’ શીર્ષક હેઠળ આ શિવભજન રિલીઝ કરવામાં આવ્યું હતું. અરિજિતના આ નવા ગીતમાં તેનું આધ્યાત્મિક પાસું જોવા મળ્યું છે. ગીતકાર કુમાર દ્વારા લખાયેલું આ ગીત યુટ્યુબ પર એક લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યું છે. રસપ્રદ બાબત એ છે કે અરિજિતના લાખો ફૉલોઅર્સ હોવા છતાં તેણે સોશ્યલ મીડિયા પર આ ગીતનો કોઈ પ્રચાર કર્યો નથી.

આ વર્ષે આવી રહી છે ભવ્ય ઍનિમેટેડ ફિલ્મ શિવ સતી


મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ કંપની સારેગામા ઇન્ડિયાએ એક મોટી અને રોમાંચક જાહેરાત કરતાં કહ્યું છે કે કંપની આ વર્ષે એક વિશેષ ઍનિમેટેડ ફિલ્મ ‘શિવ સતી’ લઈને આવી રહી છે. આ ઍનિમેટેડ ફિલ્મ ભગવાન શિવ અને માતા સતીની દિવ્ય પ્રેમકથા પર આધારિત છે, એને બ્રહ્માંડની પ્રથમ પ્રેમકથા તરીકે રજૂ કરવામાં આવી રહી છે. આ વાર્તા પ્રેમ, ત્યાગ, સમર્પણ અને દિવ્ય મિલનનાં મૂલ્યોને દર્શાવે છે. ફિલ્મ હાલમાં પ્રોડક્શનમાં છે અને આ વર્ષે દેશભરમાં સિનેમા-થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.

મહેશ બાબુનો એન્ટ્રી-સીન મારો સૌથી ફેવરિટ

થોડા સમય પહેલાં ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’નું ટીઝર ભવ્ય સ્તરે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૨૭ની ૭ એપ્રિલે રિલીઝ થશે. હાલમાં રાજામૌલીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની આ ફિલ્મની વિગતો શૅર કરી હતી. આ વાતચીતમાં એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું હતું કે ‘ફિલ્મમાં મહેશ બાબુનો એન્ટ્રી-સીન મારું સૌથી મનપસંદ દૃશ્ય છે. આ સીન મેં પહેલાંથી જ કલ્પી રાખ્યો હતો અને એ મારા માટે ખૂબ ખાસ છે. ફિલ્મમાં મહેશ બાબુ ‘રુદ્ર’ની અને પ્રિયંકા ચોપડા ‘મંદાકિની’ની ભૂમિકા ભજવશે. ‘વારાણસી’નું સૌથી ચર્ચિત પાત્ર ‘કુંભા’ છે જે પૃથ્વીરાજ સુકુમારને ભજવ્યું છે. આ એવો ખલનાયક છે જે વ્હીલચૅર પર બેઠો છે. પહેલી નજરે આ સાયન્સ ફિક્શન જેવું લાગે પણ ‘કુંભા’નું આ પાત્ર હકીકતમાં અલગ જ અંદાજ ધરાવે છે. પૃથ્વીરાજે આ રોલ ખૂબ અસરકારક રીતે નિભાવ્યો છે અને ફિલ્મમાં આ પાત્ર વિશેષ મહત્ત્વ ધરાવે છે.

છાવાને એક વર્ષ પૂરું થયું, વિકી કૌશલે સોશ્યલ મીડિયામાં માન્યો આભાર

ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ ‘છાવા’માં વિકી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવીને બધાનાં દિલ જીતી લીધાં હતાં. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર પણ જબરદસ્ત સફળતા મળી હતી. ગઈ કાલે આ ફિલ્મને એક વર્ષ પૂરું થતાં વિકીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને ખુશીની લાગણી વ્યક્ત કરી છે. વિકીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘‘છાવા’નું પ્રથમ વર્ષ. મહાન મરાઠા વારસાને અને આપ સૌને... જેમણે અમારી સાથે આ ઉજવણી કરી તેમને હું નમન કરું છું. તમારો પ્રેમ ખરેખર વિશેષ રહ્યો છે. જય ભવાની, જય શિવરાય.’

સ્ટાઇલિશ સોનમની સાડીમાં સજાવટ

સોનમ કપૂર પ્રેગ્નન્સી દરમ્યાન પણ અલગ-અલગ ડિઝાઇનર આઉટફિટમાં પોતાની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરે છે. હાલમાં સોનમે પેસ્ટલ ગુલાબી કલમકારી સાડી પહેરીને સ્પેશ્યલ ફોટોશૂટ કરાવ્યું અને એની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. સોનમને આ સાડી સૉફ્ટ અને ટ્રેડિશનલ લુક આપતો હતો અને તેણે પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે મોતીનો લેયર્ડ નેકલેસ, પન્નાનાં ઘરેણાં, ચોકર, સોનાનાં ઝૂમખાં તેમ જ સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી. સોનમનો આ લુક તેની બહેન રિયા કપૂરે ડિઝાઇન કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK