Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કઝિન સિસ્ટર્સ જાહ્‍‍નવી કપૂર અને શનાયા કપૂર વચ્ચે ચાલે છે અણબનાવ?

કઝિન સિસ્ટર્સ જાહ્‍‍નવી કપૂર અને શનાયા કપૂર વચ્ચે ચાલે છે અણબનાવ?

Published : 05 February, 2026 11:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના આ પારિવારિક મતભેદોની વાતો હવે સોશ્યલ મીડિયા સુધી પહોંચી ગઈ છે

શનાયા કપૂર અને જાહ્‍‍નવી કપૂર

શનાયા કપૂર અને જાહ્‍‍નવી કપૂર


બૉલીવુડમાં અનેક સ્ટારકિડ્સ કામ કરી રહ્યાં છે. બોની કપૂર અને અનિલ કપૂરના પરિવારમાંથી સોનમ કપૂર, અર્જુન કપૂર, જાહ્‍‍‍નવી કપૂર અને ખુશી કપૂર બૉલીવુડમાં પહેલાં લૉન્ચ થયાં હતાં અને હવે સૌથી નાના ભાઈ સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પણ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. હવે બૉલીવુડમાં ચર્ચા છે કે શનાયા અને તેની કઝિન જાહ્‍‍નવી વચ્ચે અણબનાવ છે અને તેમના આ પારિવારિક મતભેદોની વાતો હવે સોશ્યલ મીડિયા સુધી પહોંચી ગઈ છે.

આ ચર્ચા પ્રમાણે શનાયાની મમ્મી અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂર તેના જેઠ અને  જાહ્‍‍નવીના પિતા ફિલ્મમેકર બોની કપૂરથી નારાજ છે, કારણ કે બોનીએ શનાયાની કરીઅર શરૂ કરવામાં કોઈ મદદ નહોતી કરી. શનાયા બૉલીવુડમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે મહીપને લાગ્યું હતું કે તેને બોની કપૂર તરફથી મદદ મળશે. તેણે પતિ સંજય કપૂર મારફત એ વિશે વાત કરી હતી, પણ બોની કપૂરને દીકરીઓ જાહ્‍‍નવી અને ખુશીની જ કરીઅરમાં વધુ રસ હતો. એ પછી મહીપ હવે ઇચ્છે છે કે તેની દીકરી શનાયા બૉલીવુડમાં જાહ્‍‍નવી કરતાં વધુ સફળ બને. કહેવાય છે કે આ કારણસર જાહ્‍‍નવી અને શનાયા વચ્ચે થોડું અંતર આવી ગયું છે. જોકે આ કોઈ મોટી દુશ્મની નથી, પરંતુ  અણબનાવ ચોક્કસ છે.‍


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK