ખાન પરિવારમાં ૩૫ વર્ષ પછી દીકરીનું આગમન
તસવીરોઃ એજન્સી
અરબાઝ ખાન અને તેની બીજી પત્ની શૂરા ખાનને ત્યાં રવિવારે દીકરીનો જન્મ થયો છે. પરિવારમાં લગભગ ૩૫ વર્ષ પછી દીકરીના આગમનને કારણે આખા પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં મા અને બાળકી બન્ને સ્વસ્થ છે. હાલમાં ખાન પરિવારના સભ્યો એક પછી એક તેમની ખબર પૂછવા આવી રહ્યા છે. હાલમાં એક વિડિયો જાહેર થયો છે જેમાં સલીમ ખાનની બન્ને પત્નીઓ સલમા ખાન અને હેલન પણ નવજાત પૌત્રીને જોવા માટે હિન્દુજા હૉસ્પિટલ પહોંચ્યાં હતાં. આ વિડિયોમાં બન્ને થાકેલાં લાગતાં હતાં પણ એને કારણે તેમના ઉત્સાહમાં ઘટાડો નહોતો થયો.
ખાન પરિવારમાં ૩૫ વર્ષ પછી દીકરીનું આગમન
ADVERTISEMENT
ખાન પરિવારમાં સલમાન ખાનની બહેન અલવીરા ખાનનો જન્મ ૧૯૬૯ની ૧૩ ડિસેમ્બરે થયો હતો અને હવે ૫ ઑક્ટોબરે અરબાઝ ખાન અને શૂરા ખાનને દીકરીનો જન્મ થયો છે. આમ પરિવારમાં ૫૬ વર્ષ પછી દીકરી જન્મી છે. જોકે અલવીરા પછી ખાન પરિવારે ૩૫ વર્ષ પહેલાં બીજી દીકરી અર્પિતા ખાનને દત્તક લીધી હતી એટલે કહી શકાય કે પરિવારમાં ૩૫ વર્ષ પછી દીકરીનું આગમન થયું છે.


