અવૉર્ડ શોમાં પત્નીને હિન્દીમાં બોલતી અટકાવી તામિલમાં બોલવા કહ્યું એ. આર. રહમાને
એ. આર. રહમાને હાલમાં જ તેમની પત્ની સાયરા બાનુને હિન્દી બોલતી અટકાવી તેને તામિલમાં બોલવા માટે કહ્યું હતું.
એ. આર. રહમાને હાલમાં જ તેમની પત્ની સાયરા બાનુને હિન્દી બોલતી અટકાવી તેને તામિલમાં બોલવા માટે કહ્યું હતું. સાયરા અને એ. આર. રહમાન ચેન્નઈની એક અવૉર્ડ્સ ઇવેન્ટમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં એ. આર. રહમાનને અવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે તેમની સાથે તેમની પત્ની પણ સ્ટેજ પર ગઈ હતી. આ દરમ્યાન હોસ્ટ દ્વારા તેને થોડા શબ્દો બોલવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ દરમ્યાન એ. આર. રહમાને તેને હિન્દીમાં નહીં, પરંતુ તામિલમાં બોલવા કહ્યું હતું. એ. આર. રહમાનના આ શબ્દો સાંભળીને ઑડિયન્સ હસવા લાગ્યું હતું. સાયરાએ કહ્યું હતું કે ‘દરેકને ગુડ ઈવનિંગ. મને માફ કરજો, કારણ કે હું તામિલમાં ફ્લુઅન્ટ્લી નથી બોલી શકતી. હું ખૂબ જ એટલે ખૂબ જ ખુશ છું, કારણ કે આ મારો ફેવરિટ અવાજ છે. હું તેમના અવાજના પ્રેમમાં પડી હતી. હું આટલું જ કહી શકું એમ છું.’