Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉર્ડર 3 ઉપરાંત સની સાથે બીજી બે વૉર-ફિલ્મો બનાવશે મેકર્સ

બૉર્ડર 3 ઉપરાંત સની સાથે બીજી બે વૉર-ફિલ્મો બનાવશે મેકર્સ

Published : 08 February, 2026 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મે દર્શકોના મનમાં દેશભક્તિની ભાવનાને જીવંત કરી દીધી હતી અને ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી છે. 

સની દેઓલ

સની દેઓલ


સની દેઓલની વૉર ફિલ્મ ‘બૉર્ડર 2’ ગયા મહિને ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ગણતંત્ર દિવસના અવસરે રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોના મનમાં દેશભક્તિની ભાવનાને જીવંત કરી દીધી હતી અને ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી છે. 

આ ફિલ્મ હકીકતમાં જે. પી. દત્તાની ૧૯૯૭ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બૉર્ડર’ની સીક્વલ છે. હવે ફિલ્મની સફળતા બાદ નિર્માતા નિધિ દત્તાએ ‘બૉર્ડર 3’ની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં નિધિ દત્તાએ જણાવ્યું હતું કે અમે બહુ જલદી ‘બૉર્ડર’ ફ્રૅન્ચાઇઝીનો ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છીએ. સાથે જ તેણે ફૅન્સને અપડેટ આપતાં કહ્યું હતું કે તેઓ ટી-સિરીઝ સાથે બે વધુ વૉર-ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે અને આ બધી ફિલ્મોમાં સની દેઓલ જોવા મળે એવી શક્યતા છે. 



નિધિએ આ તમામ પ્રોજેક્ટની વિગતો આપતાં કહ્યું હતું કે ‘અમારી પાસે ‘બૉર્ડર 3’ની સ્ટોરી પહેલેથી જ હતી. અમે છેલ્લાં બે વર્ષથી આના પર સક્રિય રીતે કામ કરી રહ્યા છીએ. ‘બૉર્ડર 2’ બનાવવામાં સમય લાગ્યો હતો, કારણ કે યોગ્ય વાર્તા મળતી નહોતી, પરંતુ આ વખતે એવી સ્થિતિ નથી. ‘બૉર્ડર 3’ સહિત અમે કુલ ત્રણ વૉર-ફિલ્મો પર કામ કરી રહ્યા છીએ. આ ત્રણેય પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળી ગઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK