બિઝનેસમૅન અને ફિલ્મ-ઍક્ટર્સની સાથોસાથ હવે ક્રિકેટર્સ પણ અલીબાગમાં જગ્યા ખરીદી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ પણ દસ વર્ષ અગાઉ અલીબાગમાં ઘર બનાવડાવ્યું હતું.
અલીબાગમાં ૧૯.૨૪ કરોડનો બંગલો ખરીદ્યો અનુષ્કા-વિરાટે
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ અલીબાગમાં ૧૯.૨૪ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. આ બંગલો આઠ એકરમાં ફેલાયેલો છે. અલીબાગમાં આવેલા ઝિરાદ ગામ નજીક તેમનો આ બંગલો છે. ગવર્નમેન્ટ ટ્રેઝરીને વિરાટ-અનુષ્કાએ ડિપોઝિટના ૧.૧૫ કરોડ રૂપિયા પણ આપી દીધા હોવાની ચર્ચા છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ ગણેશચતુર્થીના એક દિવસ પહેલાં આ ટ્રાન્ઝૅક્શન કર્યું હતું. વિરાટ કોહલી હાલમાં દુબઈમાં એશિયા કપમાં રમી રહ્યો છે. આ ટ્રાન્ઝૅક્શન રિયલ એસ્ટેટ કંપની સમાઇરા હૅબિટૅટ્સ દ્વારા જોવામાં આવી રહ્યું છે. આ જગ્યા અનુષ્કા અને વિરાટે ૬ મહિના પહેલાં જોઈ હતી. વિરાટના પૅક શેડ્યુલને કારણે આ તે આ ડીલ માટે અલીબાગ નહોતો જઈ શક્યો. બિઝનેસમૅન અને ફિલ્મ-ઍક્ટર્સની સાથોસાથ હવે ક્રિકેટર્સ પણ અલીબાગમાં જગ્યા ખરીદી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ પણ દસ વર્ષ અગાઉ અલીબાગમાં ઘર બનાવડાવ્યું હતું.