Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બીજી વાર પરેન્ટ્સ બન્યા અનુષ્કા શર્મા – વિરાટ કોહલી, ઘરે દીકરાનો થયો જન્મ

બીજી વાર પરેન્ટ્સ બન્યા અનુષ્કા શર્મા – વિરાટ કોહલી, ઘરે દીકરાનો થયો જન્મ

20 February, 2024 09:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Anushka Sharma – Virat Kohli Welcome Baby Boy : ૧૫ ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો હોવાનું અનુષ્કા શર્માએ જણાવ્યું

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ


બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં તેમના બીજા બાળકને કારણે ખુબ ચર્ચામાં છે. ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે આ કપલ ફરીથી પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે, પરંતુ આજ સુધી બંનેમાંથી કોઈએ આ સમાચારને સત્તાવાર જાહેર કર્યા નથી. જોકે, આજે કપલે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેમણે ૧૫ ફેબ્રુઆરીએ દીકરાને જન્મ (Anushka Sharma – Virat Kohli Welcome Baby Boy) આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વાર પેરેન્ટ્સ બન્યા છે. તેમના ઘરે દીકરાની કિલકારીઓ ગુંજી ઉઠી છે.


વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેએ પોતે પોતાના બીજા બાળકના જન્મ (Anushka Sharma – Virat Kohli Welcome Baby Boy)ની વાત જણાવી છે. દંપતીએ તેમની જોઇન પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘અત્યંત આનંદ અને પ્રેમ સાથે, અમે તમને એક સારા સમાચાર આપી રહ્યા છીએ કે ૧૫ ફેબ્રુઆરીએ અમારા ઘરે એક છોકરા અને વામિકાના નાના ભાઈ `અકાય`નો જન્મ થયો છે. અમે આ સમય દરમિયાન તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માંગીએ છીએ. અમે તમને અમને ગોપનીયતા આપવા માટે પણ કહીએ છીએ. પ્રેમ, વિરાટ અને અનુષ્કા.’



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની આ પોસ્ટ પર સેલેબ્ઝ અને ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.


તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. અભિનેત્રીનો પબ્લિક અપીયરન્સ પણ લાંબા સમયથી દેખાતો ન હતો. પરંતુ અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર પર મૌન જાળવ્યું હતું. જ્યારે વિરાટ કોહલીએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, થોડાક સમય પહેલા વિરાટ કોહલીના ભૂતપૂર્વ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ટીમના સાથી એબી ડી વિલિયર્સ (AB de Villiers)એ પણ ખુલાસો કર્યો હતો કે દંપતી તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યું છે.

અનુષ્કા શર્માએ વર્ષ ૨૦૧૭માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. વર્ષ ૨૦૨૧માં, બંનેએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. વિરાટ અને અનુષ્કાની દીકરીનું નામ વામિકા છે. વામિકાને તેઓ લાઈમલાઈટથી દુર રાખે છે. ત્યારે હવે ફેન્સની નજર એ બાબત પર રહેશે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના દીકરા અકાયને મીડિયા સમક્ષ કે લાઇમલાઈટમાં લાવશે ખરાં? આ વાત તો સમય કહેશે.. પણ અત્યારે તો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરમાં ખુશીનું વાતાવારણ છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2024 09:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK