અનુરાગ કશ્યપે કંગના રનોટની પ્રશંસા કરવાની સાથે જણાવ્યું કે તેની સાથે કામ કરવું અઘરું છે
ફાઇલ તસવીર
અનુરાગ કશ્યપે કંગના રનોટની પ્રશંસા કરવાની સાથે જણાવ્યું કે તેની સાથે કામ કરવું અઘરું છે. આજે કંગના ફિલ્મ પ્રોડ્યુસ કરવાની સાથે ડિરેક્ટ પણ કરે છે. કંગના ‘ચન્દ્રમુખી 2’ અને ‘ઇમર્જન્સી’માં દેખાવાની છે. કંગના વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘એક સમય એવો હતો જ્યારે કંગનાએ ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ કરી, તો એક ઍક્ટર તરીકે તેનામાં અતિશયોક્તિ ભરેલી હતી. તે અદ્ભુત ઍક્ટર છે. કામની વાત આવે ત્યારે તે ખૂબ પ્રામાણિક છે. એ સિવાય તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ છે છતાં જ્યારે તેની ટૅલન્ટની વાત આવે ત્યારે તો એ તેની પાસેથી કોઈ આંચકી ન શકે. તેની અંદરની ઈમાનદાર ક્રીએટિવ વ્યક્તિને પણ તેની પાસેથી કોઈ દૂર ન કરી શકે. હા, તેની સાથે ડીલ કરવું અઘરું છે.’