Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યશ ચોપડાના ઘરની બહાર ઊભા રહીને જૂની વાતો વાગોળી અનુપમ ખેર અને અનિલ કપૂરે

યશ ચોપડાના ઘરની બહાર ઊભા રહીને જૂની વાતો વાગોળી અનુપમ ખેર અને અનિલ કપૂરે

15 September, 2022 03:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘યશજી કે ઘર કે સામને

યશ ચોપડાના ઘરની બહાર ઊભા રહીને જૂની વાતો વાગોળી અનુપમ ખેર અને અનિલ કપૂરે

યશ ચોપડાના ઘરની બહાર ઊભા રહીને જૂની વાતો વાગોળી અનુપમ ખેર અને અનિલ કપૂરે


અનુપમ ખેર અને અનિલ કપૂર મૉર્નિંગ વૉક કરતી વખતે યશ ચોપડાના ઘરની બહાર ઊભા રહી ગયા હતા. ત્યાં ઊભા રહીને તેમણે અનેક જૂની વાતો યાદો કરી હતી. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. એમાં બન્ને પોતાની સ્ટ્રગલ વિશે કહી રહ્યા છે. બન્ને સ્પોર્ટ્સ વેઅરમાં દેખાઈ રહ્યા છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘યશજી કે ઘર કે સામને : સવારે-સવારે મૉર્નિંગ વૉક પર જતી વખતે અનિલ કપૂર અને હું યશ ચોપડાજીના ઘરની બહાર ઊભા રહ્યા. અમે જૂની વાતો યાદ કરીને તેમના આશીર્વાદ લીધા. અમારી (ખાસ કરીને) મારી લાઇફમાં યશજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તમે આપેલા પ્રેમ અને તમારી સાથે પસાર કરેલા સમય માટે થૅન્ક યુ સરજી. સંયોગ એવો થયો છે કે આજે ‘ચાંદની’ને ૩૩ વર્ષ થયાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2022 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK