તેમણે સિન્ગિંગની એવી સ્ટાઇલ અપનાવી જે સીધી દર્શકોનાં દિલોમાં બેસી ગઈ
અનુપ જલોટા સોનું નિગમ પંકજ ઉદહાસના અગ્નિસંસ્કાર દરમ્યાન
મારા માટે આ ખૂબ જ અણધાર્યું હતું. મારા પરમ મિત્ર અને મોટા ભાઈ એવા પંકજ ઉધાસના અવસાનના સમાચાર મારા માટે શૉકિંગ હતા. તેમણે હજી સિન્ગિંગમાં ઘણુંબધું કરવાનું હતું અને લોકોને અને કળાને હજી તો ઘણુંબધું આપવાનું હતું. ૪૫ વર્ષથી અમે ક્લોઝ ફ્રેન્ડ્સ રહ્યા છીએ. અમે બન્ને અલગ કલ્ચરલ બૅકગ્રાઉન્ડ્સ ધરાવતા હતા. પંકજ ગુજરાતના હતા અને હું લખનઉથી હતો. આમ છતાં દાયકાઓ પહેલાં મુંબઈમાં અમારી જ્યારે પહેલી મુલાકાત થઈ તો અમે તરત જ એકબીજા સાથે હળીમળી ગયા હતા. અમે બન્ને સિન્ગિંગના અમારા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા હતા. તેઓ ગઝલમાં સ્પેશ્યલાઇઝ્ડ હતા અને હું ભજનમાં હતો. તેઓ ગુજરાતના જેતપુરના ધનાઢ્ય પરિવારના હતા. મારા ધ્યાનમાં આવ્યું કે તેમની શ્રીમંતાઈનું તેમને જરા પણ અભિમાન નથી. તેમને મળનાર લોકો હંમેશાં તેમની વિનમ્રતા અને લોકોને મદદ કરવાના તેમના સ્વભાવથી આશ્ચર્યચકિત થઈ જતા હતા.
મને આજે પણ યાદ છે કે તેમણે જે ગુરુ પાસે આઠ વર્ષની ટ્રેઇનિંગ લીધી હતી તેમને મુંબઈમાં રહેવા માટે તકલીફ પડી રહી હતી ત્યારે પંકજે ખૂબ જ શાંતિથી એ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો. મારી સાથે એ વિશે ચર્ચા કર્યા બાદ અન્ય ફ્રેન્ડ્સ સાથે મળીને અમે સ્પેશ્યલ મ્યુઝિક કૉન્સર્ટનું આયોજન કર્યું હતું. એનાથી જમા થયેલા પૈસાથી તેમણે ગુરુ માટે મુંબઈમાં એક સુંદર ઘર તેમને ગિફ્ટ આપ્યું હતું. આજે પણ તેમના ગુરુ, જેમનું નામ હું નથી જણાવવા માગતો, એને તેઓ પોતાના શિષ્ય પાસેથી મળેલી સૌથી ગજબની ગુરુદિક્ષણા ગણાવે છે. મારા મોટા ભાઈની આ મહાનતા છે.
ADVERTISEMENT
એક સિંગર તરીકે તેમનામાં સાદગીની ટૅલન્ટ હતી, કોઈ જટિલતા નહીં. તેમણે સિન્ગિંગની એવી સ્ટાઇલ અપનાવી જે સીધી દર્શકોનાં દિલોમાં બેસી ગઈ. હું એવાં ઘણાં ગીતો ગણાવી શકું છું જેને તેમણે ખૂબ જ સાદગીથી ગાયાં છે પરંતુ એ યાદગાર બની ગયાં છે, જે પંકજની પર્સનાલિટીનો સમાનાર્થી શબ્દ બની ગયાં છે.
પંકજની નોંધનીય બાબત એ છે કે તેઓ પ્રોફેશનલની સાથે પોતાના કામ પ્રત્યે ખૂબ સમર્પિત રહેતા હતા. તેઓ જે કાંઈ કામ કરતા એમાં ડિસિપ્લિન જાળવી રાખતા હતા. તેઓ રેકૉર્ડિંગ વખતે સમયસર પહોંચી જતા. ફેમસ હસ્તી હોવા છતાં પણ તેમનામાં કોઈ ઘમંડ નહોતો. તેઓ પોતાની સિન્ગિંગની રેન્જ જાણતા હતા અને એના પર કાયમ રહ્યા. આ બધાં લક્ષણ મહાન વ્યક્તિનાં છે. અમે જ્યારે પણ સાથે ગીત ગાતા તો હંમેશાં એકમેકને સપોર્ટ કરવાની લાગણીથી ગાતા હતા. કદી પણ એકબીજાને નીચા દેખાડવાનો પ્રયાસ નથી કર્યો અને આ જ કારણ છે કે દાયકાઓ સુધી અમારો સંબંધ ટકી રહ્યો. ૨૦૧૬માં આવેલા આલબમ ‘ઝિંદગી હર લમ્હા’ માટે અમે સાથે કામ કર્યું હતું. એને અમિતાભ બચ્ચને રિલીઝ કર્યું હતું અને એ ખૂબ પૉપ્યુલર પણ થયું હતું.
ઘણાં વર્ષો સુધી પંકજ અને મેં વર્લ્ડ ટૂર કરીને સાથે પર્ફોર્મ કર્યું હતું અને કલાકારોના ગ્રુપમાં સેંકડો વાર સોલો પર્ફોર્મ પણ કર્યું હતું, જે સંગીતપ્રેમીઓથી છલોછલ રહેતું હતું. પંકજ ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત હતા. ખાસ કરીને ભારતીય કમ્યુનિટી તો તેમને મળવા માટે સ્ટેજ પાસે ટોળું જમાવી લેતા હતા.
અમે અનેક સાંજ મારા કાં તો તેમના ઘરે કાં તો અન્ય ઠેકાણે પસાર કરી હતી. એમાં પણ ફેવરિટ ગીતો ગાવાં એ તો અમારા મેન્યુમાં સામેલ રહેતાં હતાં. સાથે જ અમે અન્ય મોટા સિંગર્સ વિશે અને એ લોકો વિશે પણ ચર્ચા કરતા જેઓ અમને પ્રભાવિત કરતા હતા. મૉડર્ન મ્યુઝિકલ ફૉર્મ્સને કારણે અમારી ક્રીએટિવ સ્ટાઇલ, ક્લાસિકલ અને ગઝલ્સ અને ભજન વગેરે સાઇડલાઇન થઈ ગયાં હતાં. એથી એ સંગીત પ્રત્યે યુવા પેઢીને પ્રોત્સાહિત કરવાનું અમારું પૅશન હતું.
વીસ વર્ષ પહેલાં એને કારણે ‘ખઝાના ગઝલ ફેસ્ટિવલ’ પહેલની શરૂઆત થઈ હતી જેમાં દેશની અદ્ભુત ટૅલન્ટને ઇન્ટ્રોડ્યુસ કરતા, તેમને પ્રોત્સાહન આપવાની સાથે તેમને પ્રેઝન્ટ કરવામાં આવતા હતા. અમે એને એક મિશન ગણતા હતા. હવે એ મિશનને હું એકલો જ ઉત્સાહથી આગળ લઈ જઈશ. મને એ વાતની ખુશી છે કે આજ દિન સુધી અમે લગભગ સોથી પણ વધુ કલાકારોને શોધી કાઢ્યા છે, જેઓ પૂજા ગાયતોંડે અથવા તો સુમીત ટપ્પનુ જેટલા ટૅલન્ટેડ હોવાની સાથે જ તેમનામાં ગઝલ-ભજનની પરંપરાને વર્ષોનાં વર્ષો સુધી જીવંત રાખવાની ક્ષમતા ધરાવે છે. આજે મારી પાસે પંકજ ઉધાસની યાદોનો અને તેમના સંગીતનો અમૂલ્ય ખજાનો છે. હું વચન આપું છું કે જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી હું અમારા આ ડ્રીમ પ્રોજેક્ટને આગળ વધારતો રહીશ.
