Animal Teaser Release: રણબીર કપૂરનો આજે 41મો જન્મદિવસ છે ત્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂરની સાથે-સાથે અનિલ કપૂર રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ પણ દળદાર પાત્રમાં જોવા મળી રહ્યા છે.

એનિમલ ટીઝર રિલીઝ (સૌજન્ય મિડ-ડે)
Animal Teaser Release રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ એનિમલનું ટીઝર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છવાયેલું છે. રણબીર કપૂરનો આજે 41મો જન્મદિવસ છે ત્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂરની સાથે-સાથે અનિલ કપૂર રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ પણ દળદાર પાત્રમાં જોવા મળી રહ્યા છે.
રણબીર કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છવાયેલા છે. ફિલ્મમાંથી તેના ફર્સ્ટ લુકે પહેલા જ હાઈપ ક્રિએટ કરી રાખી હતી. હવે આજે 28 સપ્ટેમ્બરના રોજ રણબીર કપૂરના જન્મદિવસે એનિમલનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરમાં રણબીર કપૂરનો લુક પણ દળદાર છે ત્યારે અનિલ કપૂરનો કડક અંદાજ જોવા જેવો છે.
ADVERTISEMENT
એક મિલિયનથી વધુ વ્યૂઝ
એનિમલનું 2 મિનિટ 56 સેકેન્ડનું ટીઝર એક ક્ષણ માટે પણ પાંપણના પલકારા ફેરવવા દેતું નથી. રિલીઝના એક કલાકની અંદર જ એનિમલના ટીઝરને માત્ર યૂટ્યૂબ પર મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને સતત વધી રહ્યા છે.
દળદાર રણબીર અને કડક અનિલ કપૂરની જબરજસ્ત જોડી
Animal Teaser Release: એનિમલમાં રણબીર કપૂર એક ધનાઢ્ય પરીવારમાં જન્મેલા શખ્સનું પાત્ર ભજવી રહ્યો છે. જેનું વિશ્વ બહારથી તો સોનાનું દેખાય છે, પણ અંદરથી સંપૂર્ણ રીતે અંધારાથી ભરેલું છે. ફિલ્મમાં અનિલ કપૂર, રણબીર કપૂરના પિતાનું પાત્ર ભજવી રહ્યા છે, જેને પોતાનો દીકરો સહેજ પણ ગમતો નથી.
The Animal Hindi Teaser is Here ?https://t.co/MNlICB75d5#AnimalTeaser #Animal#AnimalTheFilm #AnimalOn1stDec@AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar #BablooPrithiveeraj…
— T-Series (@TSeries) September 28, 2023
એનિમલે કર્યો ભરપૂર એક્શનનો વાયદો
એનિમલના અનેક સીન્સમાં અનિલ કપૂર એક ગુસ્સેલ પિતાના પાત્રમાં જોવા મળે છે અને પોતાની છાપ છોડવામાં સફળ નીવડ્યા છે. તો, રણબીર કપૂર એવા પાત્રમાં છે, જેને ભલે તેના પિતા પસંદ નથી કરતા, પણ તે તેમના વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળી શકતો નથી. એનિમલ ભરપૂર એક્શનનો વાયદો કરતી ફિલ્મ છે કારણકે ફિલ્મની સ્ટોરી વેર વાળવાની આસપાસ વણાયેલી છે. એનિમલમાં રણબીરનું પાત્ર પોતાના પિતાની મોતનું વેર વાળે છે અને તેનો ખૂંખાર અવતાર પણ જોવા મળે છે.
બૉબી દેઓલ ચાહકો માટે છે સરપ્રાઈઝ ગિફ્ટ
રશ્મિકા મંદાનાની વાત કરીએ તો એનિમલના ટીઝરની શરૂઆત તેનાથી થાય છે. ફિલ્મમાં રણબીર સાથે તેની કેમિસ્ટ્રી દર્શકોને ચોક્કસ ગમશે. બૉબી દેઓલ સૌથી અંતે જોવા મળે છે અને કંઈપણ કહ્યા વગર એટલું બધું કહી જાય છે કે જાણે બધું જ કહી દીધું છે. એનિમલમાં બૉબી દેઓલ ચાહકો માટે સૌથી મોટું સરપ્રાઈઝ હશે, કારણકે ડિરેક્ટરે સૌથી વધુ સસ્પેન્સ તેમના પાત્રમાં જ જાળવી રાખ્યું છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
એનિમલ પોતાની અનાઉન્સમેન્ટ થકી ચર્ચામાં છવાયેલી છે. એનિમલ, બ્લૉકબસ્ટર ફિલ્મ કબીર સિંહના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છે. એવામાં દર્શકો તેમનો આગામી કમાલ જોવા માટે ઉત્સાહિત છે. એનિમલ 1 ડિસેમ્બર, 2023ના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે.

