રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ‘ઍનિમલ’ કૅનેડામાં કલેક્શનની દૃષ્ટિએ પ્રથમ નંબરે પહોંચી ગઈ છે.
એનિમલ મૂવી નો સીન
રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ‘ઍનિમલ’ કૅનેડામાં કલેક્શનની દૃષ્ટિએ પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મે ૮૬૨.૨ કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ છે, તો નૉર્થ અમેરિકામાં આ ફિલ્મ ચોથા નંબરે છે. વાત કરીએ અન્ય ત્રણ ફિલ્મોનાં કલેક્શનની, તો ‘બાહુબલી 2’એ નૉર્થ અમેરિકામાં બાવીસ મિલ્યન ડૉલરનો બિઝનેસ કર્યો હતો. શાહરુખ ખાનની ‘પઠાન’એ ૧૭.૪૮ મિલ્યન ડૉલર અને ‘જવાન’એ ૧૫.૨૫ મિલ્યન ડૉલરનો બિઝનેસ કર્યો હતો. હવે ‘ઍનિમલ’ ૧૫ મિલ્યન ડૉલરના બિઝનેસ સુધી પહોંચી જશે. એટલે ભારતીય ફિલ્મોની શ્રેણીમાં એ ફિલ્મ ચોથા નંબરે પહોંચી છે.


